સોનગઢના ઉકાઈમાં જાહેરનામાનો ભંગ કરવા બદલ વર્કશોપના દુકાનદાર સહિત 3 સામે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
કોરોના વાયરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતા તકેદારીના ભાગરૂપે વધુ અવરજવર વાળા જાહેર અને ખાનગી સ્થળોએ વાયરસને ફેલાતો અટકાવવા જીલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા એક જાહેનામું બહાર પાડવામાં આવ્યું છે. જેના અનુસંધાને તા.સાતમી મે નારોજ ઉકાઈ પોલીસ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશનના વિસ્તારમાં પેટ્રોલિંગમાં નીકળ્યા હતા તે દરમિયાન ઝડપાયેલા 3 કસુરવારો સામે કાર્યવાહી હાથ ધરી હતી.
કોની-કોની સામે કરાઈ કાર્યવાહી ??
(1) ભીમપુરા ગામના ત્રણ રસ્તા પાસે જાહેર રોડ ઉપર એક રીક્ષા નંબર જીજે/26/ટી/4243 ના ચાલકે રીક્ષા બેસાડેલા પેસેન્જરો વચ્ચે કોઇપણ પ્રકારનું સેફ ડીસ્ટન્સ ન હતું. આ બનાવમાં રીક્ષા ચાલક લાસભાઈ મોતીરામભાઈ બેસાની રહે, પાથરડા શાકભાજી માર્કેટ-સોનગઢ, ના વિરુદ્ધ કાર્યવાહી કરાઈ હતી.
(2) ઉકાઈના જીઇબી ગેટના ત્રણ રસ્તા નજીક આવેલ એક શાકભાજીની દુકાન ઉપર ગ્રાહકોની ભારે ભીડ જોવા મળી હતી. દુકાનદાર તેમજ ગ્રાહકો-ગ્રાહકો વચ્ચે કોઇપણ પ્રકારની સેફ ડીસ્ટન્સ સુધ્ધા ન હતું. આ બનાવમાં દિનેશભાઈ ઉકડીયાભાઈ ગામીત રહે, પાથરડા,નિશાળ ફળિયું-સોનગઢ, ના વિરુદ્ધ કાર્યવાહી કરાઈ હતી.
(3) ઉકાઈ-વર્કશોપ બજારમાં અનાજ કરીયાણાની દુકાન ઉપર ગ્રાહકોની ભારે ભીડ જોવા મળી હતી.ગ્રાહકો-ગ્રાહકો અને દુકાનદાર વચ્ચે યોગ્ય અંતર પણ જોવા મળેલ ન હોય,આ બનાવમાં દુકાનદાર રોહિતભાઈ કેદારભાઈ અગ્રવાલ રહે, વર્કશોપ બજાર,ઉકાઈ-સોનગઢ,ના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ત્રણેય જુદાજુદા બનાવોમાં પોલીસ કોન્સ્ટેબલની ફરિયાદના આધારે ત્રણેય કસુરવારો સામે જીલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરવા બદલ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.(ફોટો,કલ્પેશ વાઘમારે-ઉકાઈ)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500