માસ્કના નામે અને અન્ય કારણોસર પોલીસતંત્ર દ્વારા નિર્દોષ લોકો પાસેથી દંડ વસુલવાનું બંદ કરવા બાબતે બીટીએસ દ્વારા સોનગઢ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે.
સોનગઢ મામલતદારને આપવામાં આવેલ આવેદનપત્ર મુજબ કોરોનાની મહામારીમાં સોનગઢના ઉકાઈ ગામમાં માસ્કના નામે અને અન્ય કારણોસર પોલીસતંત્ર દ્વારા નિર્દોષ લોકો પાસેથી દંડ વસુલવાનું બંદ કરવામાં આવે. સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. અસંખ્ય લોકોના જીવનરક્ષક દવાઓ, ઓક્સિજન, બેડ, વેન્ટીલેટર બેડની સુવિધાના અભાવે તથા તંત્રની ઘોર બેદરકારીના કારણે મોતના મુખમાં ધકેલાય રહ્યા છે.
સોનગઢ તાલુકાના ઉકાઈ ગામમાં સેકન્ડો લોકો પાસેથી માસ્કના નામે તથા અન્ય કારણોસર પોલીસતંત્ર દ્વારા નિર્દોષ, ગરીબ અને મધ્યમથી ગરીબવર્ગના લોકો પાસેથી હજારો રૂપિયાનો દંડ વસુલ કરે છે તે નિંદનીય છે. લોકો પાસે રોજગારી નથી, કામ ધંધા બંધ છે, ખેડૂતો, વેપારીઓ, કારીગરો, મજૂરો હેરાન પરેશાન છે. આવામાં મધ્યમથી ગરીબવર્ગના લોકો તમામ લોકો આર્થિક મંદીમાં ફસાયેલા છે. ત્યારે સોનગઢના ઉકાઈ ગામના પોલીસતંત્ર દ્વારા જોહુકમી-ડરાવી ધમકાવીને લોકો પાસેથી દંડ વસુલીને રંજાડવામાં આવી રહ્યા છે. આથી તાત્કાલિક ધોરણે માસ્કના નામે તથા અન્ય કારણોસર પોલીસ દંડ વસુલવાનું બંધ કરે, તે બાબતનું સોનગઢના મામલતદારને છઠ્ઠી મે નારોજ બીટીએસ દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500