Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢમાં દારૂનું વેચાણ કરતા અડ્ડાઓ પર પોલીસની રેડ, જાણો કોણ ક્યાં પકડાયું ??

  • June 13, 2021 

સોનગઢ સહિત જીલ્લાભરમાં દારૂનું ધૂમ વેચાણ કરવામાં આવી રહ્યું છે. જોકે પોલીસે પણ દારૂના અડ્ડાઓ પર રેડ કરી કસુરવારો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સોનગઢમાં શનિવારે સ્થાનિક પોલીસ અને જીલ્લા એલસીબીએ દારૂના જુદાજુદા અડ્ડાઓ પર રેડ કરી ચાર મહિલાઓ સહીત કુલ 6 જણા સામે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો.

 

 

 

 

રાણીઆંબા ગામે ઘરના ફ્રીજમાં મુકેલ બીયરના ટીન સાથે એક મહિલા પકડાઈ

રાણીઆંબા ગામના સાવર ફળીયામાં આવેલ એક ઘરમાં રેડ કરી હતી રેડ દરમિયાન ઘરમાં તપાસ કરતા ફ્રીજના આઈસ બોક્સમાંથી ઈંગ્લીશ દારૂ બીયરના ટીન નંગ 2 ના પ્રોહી મુદ્દામાલ સાથે પ્રેમિલાબેન નવીનભાઈ ગામીત નામની મહિલાને સોનગઢ પોલીસની રેડમાં ઝડપી પાડવામાં આવી હતી.

 

 

 

 

કીકાકુઈ માંથી દેશીદારૂ સાથે બે મહિલા ઝડપાઈ

કીકાકુઈ ગામના દક્ષિણી ફળીયામાં આવેલ ઘર માંથી મળી આવેલ દેશીદારૂના મુદ્દામાલ સાથે દાનુબેન નવીનભાઈ ગામીત અને જુલીતાબેન વિપુલભાઇ ગામીત નામની બે મહિલાઓને જિલ્લા એલસીબી પોલીસની બે જુદીજુદી રેડમાં ઝડપી પાડવામાં આવી હતી.

 

 

 

 

ડોસવાડા ગામમાંથી દેશીદારૂની બાટલીઓ સાથે એક ઝડપાયો

ડોસવાડા ગામના દાદરી ફળીયામાં આવેલ ઘરમાં પોલીસે રેડ કરી હતી. દરમ્યાન પોલીસે ઘરમાં તપાસ કરતા ઘરના પાછળના ભાગે એક ખૂણામાં સંતાડેલો દેશીદારૂ સુંગધી સંતરાની 13 જેટલી બાટલીઓના મુદ્દામાલ સાથે બચુભાઈ ગોમાભાઈ ગામીતને સોનગઢ પોલીસને રેડમાં ઝડપી પાડવામાં આવ્યો હતો.

 

 

 

 

ચીખલી ભેંસરોટ ગામમાંથી દેશીદારૂના મુદ્દામાલ સાથે એક ઝડપાયો

ચીખલી ભેંસરોટ ગામના દાદરી ફળિયામાંથી દેશીદારૂના મુદ્દામાલ સાથે હીરાભાઈ રૂપલાભાઈ ગામીત નામના ઇસમને પોલીસે ઝડપી પાડ્યો હતો.

 

 

 

 

ઉકાઈ માંથી દેશીદારૂના મુદ્દામાલ સાથે એક મહિલા ઝડપાઈ

ઉકાઈના 36 ક્વાટર્સ માંથી દેશીદારૂના મુદ્દામાલ સાથે શાંતાબેન રાજુભાઈ ગામીત નામની મહિલાને ઉકાઈ પોલીસની રેડમાં ઝડપી પાડવામાં આવી હતી. બનાવ અંગે પોલીસકર્મીઓની ફરિયાદના આધારે જુદીજુદી રેડમાં ઝડપાયેલા કસુરવારો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.(ફોટો-યુવરાજ પ્રજાપતિ-સોનગઢ)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application