Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વલસાડનાં એક બંગલામાં દારૂની મહેફિલ માણતા 8 ઇસમોને પોલીસે ઝડપી પાડ્યા

  • January 01, 2022 

વલસાડ સીટી પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા તે સમયે મળેલ બાતમીના આધારે વર્ષ-2022ની વેલકમ પાર્ટી સૂર્યદર્શન સોસાયટીના એક બંગલામાં રાખવામાં આવી હતી. જે બાતમીના પોલીસે બાતમી વાળી જગ્યા સૂર્યદર્શન સોસાયટીના એન રોડ ઉપર આવેલ હિતેશ બલસારાના બંગલામાં જઈ રેડ કરી બંગલાના હોલમાં દારૂની મહેફિલ માણતા 8 ઇસમોને ઝડપી પાડ્યા હતા. જોકે પોલીસ રેડમાં સીટી પોલીસે બીએમડબ્લ્યુ સહિત 4 કાર અને 8 મોબાઈલ ફોન કબ્જે કરી કુલ રૂપિયા 56.34 લાખનો મુદ્દામાલ કબ્જે કરી પોલીસે તમામ વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application