ગુજરાત રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય રહે તેમજ લોકોમાં સુરક્ષા અને સલામતીની ભાવના અનુભવાય અને સ્થાનિક પોલીસ અને વહીવટી તંત્રના માધ્યમથી અસામાજિક ગુંડા તત્ત્વો વિરુદ્ધ કડક શિક્ષાત્મક કાર્યવાહી થાય તે માટે ગુજરાત રાજ્યના પોલીસવડા વિકાસ સહાય દ્વારા એક પરિપત્ર જારી કરી અસામાજિક તત્ત્વો ઉપર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા જણાવ્યું છે.
જેમાં વ્યક્તિ વારંવાર શરીર સંબંધી ગુનાઓ સાથે સંકળાયેલા હોય, ખંડણી ઉઘરાવવા અને ધાકધમકી આપવાના ગુનાઓ અથવા પ્રવૃત્તિમાં સંકળાયેલ હોય, વારંવાર મિલકત વિરુદ્ધ ગુનાઓ આચરતા હોય, પ્રોહિ, અને જુગારનો ગેરકાયદેસર ધંધો કરતાં હોય, ખનીજ ચોરી જેવા ગુનાઓ જેવા સંકળાયેલા હોય, અન્ય કોઈપણ અસામાજિક કૃત્ય જેના કારણે આમ જનતામાં ભયની લાગણી ફેલાય, જેવા વિવિધ કૃત્યો કરનાર વ્યક્તિઓ વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી કરવા જણાવ્યું છે. જે મુજબ સુરત રેન્જ આઈ.જી.ના માર્ગદર્શન હેઠળ ડાંગ જિલ્લા પોલીસ દ્વારા પણ અસામાજિક તત્ત્વો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. ડાંગ જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક સુનિલ પાટિલ દ્વારા મળેલી વિગતો અનુસાર, જિલ્લાના ૮ જેટલા વ્યક્તિઓ જે વારંવાર ગુનાખોરીમાં પકડાતા હોય અને ગુનાઓ કરતા હોય તેઓ વિરુદ્ધ પોલીસ દ્વારા કાયદેસરની શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવનાર છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500