સુરત જિલ્લાના માંગરોળ તાલુકાનાં પિપોદરા ગામે આવેલ એક તબેલામાંથી ત્રણ અજાણ્યા ઈસમો 1.50 લાખની કિંમતની બે ભેંસ લઈ જતાં ચકચાર મચી ગઈ છે. સમગ્ર ઘટના તબેલામાં લગાવવામાં આવેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, માંગરોળ તાલુકાનાં પિપોદરા ગામે પટેલ ફળિયામાં રહેતા રાજેશભાઈ કાંતિભાઈ પટેલ કે જે પશુપાલનનો વ્યવસાય કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમણે ચાર ભેંસો પાળેલ હતી અને તેની દેખરેખ માટે ચાર માણસો રાખ્યા હતા અને રાત્રિના સમયે માણસો સૂઈ ગયા હતા અને વહેલી સવારે દૂધ ધોવા માટે ઉઠ્યા હતા ત્યારે તબેલામાં બાંધેલ ચાર ભેંસો પૈકી બે ભેંસ જોવા મળી ન હતી. જેથી માણસોએ માલિક રાજેશભાઈને જાણ કરી હતી અને માલિક તબેલા ઉપર પહોંચી સીસીટીવી કેમેરા ચેક કરતાં જોવા મળ્યું હતું કે, ત્રણ અજાણ્યા ઈસમો 1.50 લાખની કિંમતની બે ભેંસોની ચોરી કરી ગયા હતા. ઘટના અંગે રાજેશ પટેલે કોસંબા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application