વલસાડના અટકપારડી ગામના ટેકરા ફળિયામાં રહેતા અને એસ.ટી.ના નિવૃત ડ્રાયવર જયસિંગ છોટુભાઈ પટેલ પરિવાર સાથે રહે છે જોકે જયસિંગ પટેલ વલસાડના અબ્રામા ગોકુલધામ સોસાયટીમાં રહેતા પોતાના સાઢુભાઇના ઘરે રોકવા ગયા હતા. તે દરમિયાન તસ્કરોએ જયસિંગ પટેલના બંધ ઘરને નિશાન બનાવ્યું હતું. તસ્કરો બંધ મકાનનો દરવાજાનો નકૂચો તોડી ઘરના મુખ્ય દરવાજાની અંદરથી સ્ટોપર મારી ઘરમાં ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. તસ્કરોએ કબાટ ખોલી કબાટમાં મુકેલા ચાંદીના સાંકળા 2 જોડી, ચાંદીના 2 લુઝ અને રોકડા મળી કુલ 10 હજારની ચોરી કરી ઘરના પાછળના દરવાજાથી ફરાર થઇ ગયા હતા.જયારે બીજા દિવસે પડોશીએ ચેક કરતા ઘરના દરવાજાનું નકુચો તૂટેલી હાલતમાં મળ્યો હતો. જેથી પડોશીએ તાત્કાલિક જયસિંગભાઈના પરિવારને ઘટનાની જાણ કરી હતી. ઘર માલિકને ઘરમાં ચોરી થયા અંગેની જાણ થતાં ઘરે દોડી ગયા હતા અને ઘરમાં પ્રવેશ કરી કબાટની તિજોરીમાં પત્ની તથા વહુના સોનાના 4 મંગલસૂત્ર, 3 સોનાની ચેન સોનાના દાગીના સહી સલામત મળી આવ્યા હતા. ત્યારબાદ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી અને જયસિંગભાઈએ જણાવ્યું કે, તસ્કરોથી કબાટની તિજોરી નહીં ખોલી શકતા સોનાના ઘરેણાં બચ્યા હતા. આમ, ચાંદીના ઘરેણાં અને રોકડા રૂપિયા લઈ તસ્કરો પાછલા બારણેથી ભાગી છુટ્યા હતા. પરંતુ તસ્કરો ચાંદીના ઘરેણાં અને રોકડા રૂપિયા મળી કુલ રૂપિયા 10 હજારની ચોરી કરી ભાગી ગયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application