કડોદરા ચાર રસ્તા પર પેસેન્જર માટે ઉભેલા એક રીક્ષા ચાલકે બીજા રીક્ષા ચાલકને ‘તું તો મારો સાળો થાય છે’ એમ કહ્યા બાદ માથા ભારે રીક્ષા ચાલકે તેના ભાણેજ અને એક ઈસમ સાથે મળી લોખંડના સળિયા વળે મારમારી પગમાં ફ્રેક્ચર કરતા રીક્ષા ચાલકે ત્રણ વિરુદ્ધ ફરિયાદ આપી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, પલસાણા જોળવા ખાતે આરાધના લેકટાઉન સોસાયટીના મકાન નંબર-381માં રહેતા દિપક યોગેન્દ્ર રાજપૂત (ઉ.વ.20) નાઓ રીક્ષા ચલાવી પોતાનું ગુજરાન ચલાવે છે. જોકે શનિવારનાં રોજ સવારે 6 વાગ્યાનાં અરસામાં દિપક પોતાની રીક્ષા જીજે/19/યુ/7319 લઈ કડોદરાથી જોળવા માટે મુસાફરો લઈ જવા માટે ચામુંડા હોટલની સામેની બાજુએ ઉભા હતા.
તે દરમિયાન તે રૂટ પર રીક્ષા ચલાવતા અને તેની જ સોસાયટીમાં રહેતા અજય ફતેસિંહ સીકરવાર નાઓ દિપક પાસે આવ્યા અને ‘તું તો મારો સાળો થાય છે અને હું તારો જીજા’ એમ કહેતા દિપકભાઈ એ ગુસ્સે થઈ અજયને ઠપકો આપ્યો જેથી ઉશ્કેરાયેલા અજયે જાહેરમાં દીપકને નાલાયક ગાળો આપી હતી જેથી અન્ય રીક્ષા ચાલકોએ વચ્ચે પડી બનેને છોડાવતાં દિપક રાજપૂત રીક્ષા લઈ કડોદરાથી કામરેજ રૂટ પર ઉભો રહ્યો હતો.
જ્યાં અજય અને તેનો ભાણેજ વિષ્ણુ અને એક ઈસમ ત્યાં આવી અજયને ‘તું કેમ અમારી સાથે દાદાગીરી કરે છે’ એમ કહી વિષ્ણુ અને અજયે દીપકને માર માર્યો હતો અને વિષ્ણુ અને સાથે આવેલો એક ઇસમે દીપકને પકડી રાખી અજયએ લોખંડના સળિયા વળે દીપકને ડાબા પગમાં મારતા દીપકને પગમાં ફ્રેક્ચર કરી નાખ્યું હતુ.
જે બાદ વિષ્ણુએ પણ તેની પાસે રહેલા લાકડાના ફટકા વળે માર માર્યો હતો અને આ વખતે તો ફક્ત પગ તોડ્યો છે હવે મગજ મારી કરશે તો જાનથી મારી નાખીશું એક કહી ત્રણેય ભાગી છૂટ્યા હતા. ઘટના જોઈ આસપાસ લોકો દોડી આવતા દીપકને સંજીવની હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો જ્યાં ઇજાગ્રસ્ત દિપક રાજપૂતે અજય, તેમજ તેનો ભાણેજ વિષ્ણુ અને અજાણ્યા ઇસમ વિરુદ્ધ કડોદરા પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500