Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ATM કાર્ડ ચોરી કરી તેમાંથી 43 હજાર રૂપિયાની ઉઠાંતરી કરનાર સામે પોલીસ ફરિયાદ

  • November 08, 2023 

ગાંધીનગરમાં સેક્ટર-24માં રહેતી યુવતિ ATMમાં રૂપિયા ઉપાડવા પહોંચી ત્યારે ગઠિયા દ્વારા તેનો વિશ્વાસ કેળવીને ATMનો પીન નંબર મેવવીને કાર્ડ બદલી દેવામાં આવ્યું હતું ત્યારબાદ તેણીના ATM કાર્ડ દ્વારા 43 હજાર રૂપિયાની ઉઠાંતરી કરી લેવામાં આવી હતી. જે સંદર્ભે સેક્ટર-21 પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.



ગાંધીનગરનાં શહેરના સેક્ટર-24 હરસિધ્ધનગરમાં રહેતી અને મેનેજમેન્ટ કંપનીમાં રિસેપ્સનીસ્ટ તરીકે કામ કરતી યુવતિ પ્રિયંકા જીતેન્દ્રકુમાર સોલંકી ગત તારીખ 12 ઓક્ટોબરના રોજ સાંજના સમયે ઘર નજીક આવેલ ATMમાં રૂપિયા ઉપાડવા માટે ગઇ હતી આ દરમ્યાન મશીનમાંથી રૂપિયા નહીં ઉપડતા બહાર ફરી રહેલા એક શખ્સે વિશ્વાસમાં લઇને રૂપિયા ઉપાડી આપવાનું કહ્યું હતું અને તેણી પાસે ATMનો પીન નંબર નંખાવ્યો હતો તેમ છતા રૂપિયા ઉપાડયા ન હતા જેથી આ શખ્સે બેલેન્સ ચેક કરવા માટે કહ્યું હતું આ દરમ્યાન યુવતિની બેન બહાર હોવાથી બહાર એક વૃધ્ધે બેગ લઇ લેવા માટે કહ્યું હતું. તે દરમ્યાન આ શખ્સે યુવતિનું ATM કાર્ડ બદલી નાંખ્યું હતું અને અન્ય કાર્ડ આપી દીધું હતું યુવતિ ઘરે પહોંચી ત્યારે તેના કાર્ડમાંથી મહેસાણાના લાંઘણજ ATMમાંથી 43 હજાર રૂપિયા ઉપડી ગયાનો મેસેજ આવ્યો હતો અને તેણીએ ચેક કરતા તેની પાસે રહેલું આ કાર્ડ શ્યામુ એન્ડ વર્મા નામનું હોવાનું બહાર આવ્યું હતું. જેના પગલે પોલીસે તેની સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application