પાંડેસરા ચીકુવાડી પાસે મોડી સાંજે જુના ઝઘડાની અદાવતમાં યુવકને ત્રણ જણાને ઢીકમુક્કીનો મારમારી ચપ્પુના ઘા ઝીંકી નાસી ગયા હતા. યુવક રસ્તા ઉપર લોહીલુહાણ હાલતમાં પડી રહ્યો હતો અને લોકટોળુ ઍકત્ર થયું હતું તે દરમ્યાન ત્યાંથી પસાર થતા યુવકે ટોળુ જાઈને ઉભો રહી જોતા તો તેનો મિત્ર લોહીલુહાણ હાલતમાં પાડ્યો હોવાનુ બહાર આવતા તાકિદે ઍમ્બ્યુલન્સમાં સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ઉધના ચીકુવાડી શ્રીરામ કુટીરમાં રહેતા અતુલસીંગ જયરાજસીંગ રાજપુત (ઉ.વ.૨૬) વેસુમાં આવેલ રીલાયન્સ મોલમાં સુપરવાઈઝર તરીકે નોકરી કરે છે. અતુલસીંગ છ વાગ્યે નોકરી પરથી છુટીને ઘરે જતો હતો તે વખતે પાંડેસરા ચીકુવાડી પાસે રસ્તામાં લોકટોળુ ઍકત્ર જાઈને કંઈક થયું હોવાનુ લાગતા ઉભો રહ્ના હતો અને તપાસ કરતા રોડ ઉપર લોહીલુહાણ હાલતમાં પડેલ યુવક તેનો મિત્ર સની અશોક પટેલ (રહે.નેમનગર પાંડેસરા) હતો. સનીને પીઠના ડાબા હાથે અને ખભાના ભાગે ચપ્પુના ઘા માર્યા હતા.
ત્યારબાદ કોઈ રાહદારીઍ ૧૦૮ ઍમ્બ્યુલન્સને ફોન કરી બોલાવતા અતુલસીંગ તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ગઈ ગયો હતો ત્યાં સનીઍ બનાવ અંગે પુછતા વિકાસ ઉર્ફે નાનુ તિવારી, અંકિત ઉર્ફે લાલા યાદવ, નિસાતસિંગ ઉર્ફે ભોલાઍ અગાઉ થયેલા ઝઘડાની અદાવત રાખી ભેગા મળીને ઢીકમુક્કીનો મારમાર્યો હતો અને અંકિતે ચપ્પુના ઘા માર્યા હતા. બનાવ અગે પોલીસે અતૂલસીંગ રાજપુતની ફરિયાદ લઈ આરોપીઓ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500