સુરત જિલ્લાના પલસાણા તાલુકાનાં વરેલી ગામે સાઈ દર્શન સોસાયટીમાં લગ્નની વર્ષગાંઠ નિમિત્તે પંદરથી વધુ માણસો ભેગા કરી DJનું આયોજન કરનાર ત્રણ શખ્સો સામે જાહેરનામા ભંગની કડોદરા પોલીસમાં ફરિયાદ નોંધાય છે.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, કડોદરા GIDC પોલીસને ખાનગી રાહે મળેલ બાતમીના આધારે, વરેલી ગામની સાઈ-દર્શન સોસાયટીમાં રહેતા, વિજયસિંગ ભગીરથસિંગ બુધ્ધસિંગ રાજપૂતએ પોતાના સાળા સંદીપસિંગ બાબુલાલસિંગ રાજપૂતની લગ્નની વર્ષગાંઠ હોય કોઈ પણ પૂર્વ મંજૂરી વગર રાત્રે ડીજેનું આયોજન કર્યું હતું. જેમાં 15થી વધુ માણસોની ભીડ એકત્રિત કરી ગરબા કરતા હતા.
તે સમયે પોલીસ સ્થળ ઉપર આવી પહોંચી હતી. પોલીસે સોશ્યલ ડિસ્ટન્સનો અભાવ અને જાહેરનામા ભંગ બદલ આયોજક સંદીપસિંગ બાબુલાલસિંગ રાજપૂત, DJ આયોજક કિરણરામ સાવલરામ કિતુરરામ ચૌકીદાર અને વિજય સિંગ ભાગીરથસિંગ રાજપૂત સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500