સોનગઢમાં જાહેરનામાનો ભંગ કરવા બદલ રીક્ષા ચાલક સહિત 6 સામે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.કોરોના વાયરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતા તકેદારીના ભાગરૂપે વધુ અવરજવર વાળા જાહેર અને ખાનગી સ્થળોએ વાયરસને ફેલાતો અટકાવવા જીલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા એક જાહેનામું બહાર પાડવામાં આવ્યું છે. જેના અનુસંધાને સોનગઢ પોલીસ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશનના વિસ્તારમાં પેટ્રોલિંગમાં નીકળ્યા હતા તે દરમિયાન ઝડપાયેલા કસુરવારો સામે કાર્યવાહી હાથ ધરી હતી.
કોની-કોની સામે કરાઈ કાર્યવાહી ??
દશેરા કોલોની જાહેર રસ્ત પર બાઈક નંબર જીજે/26/કે/4810 નો ચાલક હેન્ડ ગ્લોઝ વગર ત્રણ સવારી હંકારી લઈ આવતો હોય બાઈક ચાલક અને બાઈક પર બેસેલા અન્ય બે ઈસમો વચ્ચે સેફ ડીસ્ટન્સ સુધ્ધા ન હતું.આ બનાવમાં સચિન રમેશભાઈ કોકણી રહે, નવા આરટીઓ, શ્યામ નગર-સોનગઢ નાઓની સામે કાર્યવાહી કરાઈ હતી.
નગરના સેન્ટ્રલ ચાર રસ્તા પાસેથી બાઈક નંબર જીજે/26/એસ/2819 નો ચાલક ત્રણ સવારી હંકારી લઈ આવતો હોય બાઈક ચાલક અને બાઈક પર બેસેલા અન્ય બે ઈસમો વચ્ચે સેફ ડીસ્ટન્સ સુધ્ધા ન હતું. આ બનાવમાં રાહુલ દેસાઈભાઈ વસાવા રહે, જૂની બાવલી-સોનગઢ નાની સામે કાર્યવાહી કરાઈ હતી.
નગરના જેકે પેપર ગેટ પાસેથી બાઈક નંબર જીજે/26/જે/9791 નો ચાલક ત્રણ સવારી હંકારી લઈ આવતો હોય બાઈક ચાલક અને બાઈક પર બેસેલા અન્ય બે ઈસમો વચ્ચે સેફ ડીસ્ટન્સ સુધ્ધા ન હતું. આ બનાવમાં રોનક દિલીપભાઈ ગામીત રહે,વડદા ગામ-સોનગઢ, નાની સામે કાર્યવાહી કરાઈ હતી.
ધીરજ હોસ્પિટલની સામેથી જાહેર રસ્તા પરથી એક રીક્ષા નંબર જીજે/7/યાવઝેડ/3174 તેમજ જીજે/26/ડબ્લ્યુ/0534 ને ઝડપી પાડી તપાસ કરતા રીક્ષા બેસતા પેસેન્જરો વચ્ચે કોઈપણ પ્રકારનું સોશિયલ ડીસ્ટન્સ ન હતું. આ બનાવમાં નિશાણા ગામનો રીક્ષા ચાલક મનીષભાઈ પોસલાભાઈ ગામીત અને ખાંજર ગામનો કલ્પેશભાઈ ઉકાજીભાઈ ગામીત નાઓની સામે કાર્યવાહી કરાઈ હતી.
ડોસવાડા ગામ પાસે આવેલ ચા ની દુકાન પરથી મોઢે માસ્ક પહેર્યા વગર અને સોશિયલ ડીસ્ટન્સ ન જાળવતા સુનીલ ગુરજીભાઈ ગામીત રહે, દાદરી ફળિયું, ડોસવાડા ગામ-સોનગઢ, નાની સામે કાર્યવાહી કરાઈ હતી. આમ જુદાજુદા બનાવોમાં જાહેરનામાંનો ભંગ કરવા બદલ સોનગઢ પોલીસે 6 કસુરવારો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500