સોનગઢના ઉકાઈમાં જાહેરનામાનો ભંગ કરવા બદલ શાકભાજીની દુકાન ચલાવનારા 3 સામે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
કોરોના વાયરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતા તકેદારીના ભાગરૂપે વધુ અવરજવર વાળા જાહેર અને ખાનગી સ્થળોએ વાયરસને ફેલાતો અટકાવવા જીલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા એક જાહેનામું બહાર પાડવામાં આવ્યું છે. જેના અનુસંધાને તા.નવમી મે નારોજ ઉકાઈ પોલીસ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશનના વિસ્તારમાં પેટ્રોલિંગમાં નીકળ્યા હતા તે દરમિયાન ઝડપાયેલા 3 કસુરવારો સામે કાર્યવાહી હાથ ધરી હતી.
કોની-કોની સામે કરાઈ કાર્યવાહી ??
(1) ઉકાઈના વર્કશોપ બજારમાં શાકભાજીની દુકાન ઉપર ગ્રાહકોની ભારે ભીડ જોવા મળી હતી. ગ્રાહકો-ગ્રાહકો વચ્ચે દુકાનદાર વચ્ચે કોઇપણ પ્રકારનું સેફ ડીસ્ટન્સ સુધ્ધા ન હતું. ગ્રાહકો વચ્ચે યોગ્ય અંતર જોવા મળ્યું ન હતું.આ બનાવમાં મંગલાબેન ચંદ્રકાન્તભાઈ શિવસાગર રહે, વર્કશોપ બજાર,ઉકાઈ-સોનગઢ નાની સામે કાર્યવાહી કરાઈ હતી.
(2) ઉકાઈના વર્કશોપ બજારમાં શાકભાજીની દુકાન પાસે ગ્રાહકોની ભારે ભીડ જોવા મળી હતી. ગ્રાહકો-ગ્રાહકો વચ્ચે દુકાનદાર વચ્ચે કોઇપણ પ્રકારનું સેફ ડીસ્ટન્સ સુધ્ધા ન હતું. દુકાન ચલાવનાર ઇસમે માસ્ક પણ પહેર્યું ન હતું. આ બનાવમાં ગૌતમભાઈ શંકરભાઈ નાગમલ રહે, વર્કશોપ બજાર,ઉકાઈ-સોનગઢ,નાઓ ના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી.
(3) ઉકાઈના વર્કશોપ બજારમાં રોડની બાજુમાં શાકભાજીની દુકાન પર ગ્રાહકોની ભારે ભીડ થતી હોય ગ્રાહકો અને દુકાનદાર વચ્ચે કોઇપણ પ્રકારનું સેફ ડીસ્ટન્સ સુધ્ધા ન હતું. ગ્રાહકો વચ્ચે યોગ્ય અંતર જોવા મળ્યું ન હતું. આ બનાવમાં વિજયભાઈ હીરાભાઈ વણઝારે રહે, શાકભાજી માર્કેટ, પાથરડાસોનગઢ,નાઓ ના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500