સોનગઢના ઉકાઈમાં જાહેરનામાનો ભંગ કરવા બદલ 2 વાહન ચાલકો સામે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
કોરોના વાયરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતા તકેદારીના ભાગરૂપે વધુ અવરજવર વાળા જાહેર અને ખાનગી સ્થળોએ વાયરસને ફેલાતો અટકાવવા જીલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા એક જાહેનામું બહાર પાડવામાં આવ્યું છે. જેના અનુસંધાને ઉકાઈ પોલીસ સ્ટાફના માણસો તા.12મી મે નારોજ પેટ્રોલિંગમાં નીકળ્યા હતા તે દરમિયાન જાહેરનામાનો ભંગ કરવા બદલ ઝડપાયેલ 2 વાહન ચાલકો સામે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
કોની-કોની સામે કરાઈ કાર્યવાહી ??
સોનગઢ-ઉકાઈ માર્ગ પર આવેલ કેલ્સ હોટલ પાસે જાહેર રસ્તા પરથી અતુલ રીક્ષા નંબર જીજે/26/ટી/3755 માં તપાસ કરતા રીક્ષા ચાલકે રીક્ષામાં બેસાડેલા પેસેન્જરો વચ્ચે કોઇપણ પ્રકારનું સેફ ડીસ્ટન્સ ન હતું. આ બનાવમાં ભરતભાઈ પાંચિયાભાઈ ભરવાડ રહે, ગોપાલ નગર, ભૂરીવેલ ગામ-સોનગઢ,નાઓની સામે કાર્યવાહી કરાઈ હતી.
ઉકાઈના સીપીએમ પાસે રોડ ઉપરથી એક ટેમ્પો નંબર જીજે/26/ટી/4503 માં તપાસ કરતા ટેમ્પોમાં બેસતા પેસેન્જરો વચ્ચે કોઇપણ પ્રકારનું સેફ ડીસ્ટન્સ ન હતું. આ બનાવમાં મોસીનખાન સાબરખાન પઠાણ રહે, અમનપાર્ક સોસાયટી-સોનગઢ, નાઓની સામે કાર્યવાહી કરાઈ હતી.
આમ બે જુદાજુદા બનાવોમાં પોલીસ કોન્સ્ટેબલની ફરિયાદના આધારે 2 કસુરવારો સામે જીલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરવા બદલ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500