Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

લબરમુછીયાના મોબાઈલ માંથી ચાઈલ્ડ પોર્નોગ્રાફીના 9 વિડીયો મળતા પોલીસ કાર્યવાહી

  • January 05, 2022 

સુરતના સાયબર ક્રાઈમ પોલીસે ઉધનાના લબરમુછીયાના મોબાઈલ ફોનમાંથી ચાઈલ્ડ પોર્નોગ્રાફીના 9 વિડીયો મળતા તેના વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી. મૂળ ઉત્તરપ્રદેશનો રમજાન વકીલ સુરતમાં તેના મામા સાથે રહી કાપડ ઉપર વર્કની મજૂરી કરે છે. સાયબર ક્રાઈમ પોલીસ મથકના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ, સાયબર ક્રાઈમ પોલીસે રમજાન મોહમદ વકીલ (ઉ.19 વર્ષ 6 માસ, રહે.પ્લોટ નં.88, પટેલ નગર, નેશનલ બેકરીની બાજુમાં,આશાપુરીની પાસે,ઉધના) નાની અટકાયત કરી તેના મોબાઈલ ફોનની ચકાસણી કરતા તેમાંથી ચાઈલ્ડ પોર્નોગ્રાફીના 9 વિડીયો મળ્યા હતા. આથી સાયબર ક્રાઈમ પોલીસે તેના વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી તેનો મોબાઈલ ફોન કબ્જે કર્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application