ભારતીય સુરક્ષા કાર્યદક્ષતા નવી દિલ્હી અને સિક્યોરિટી એન્ડ ઇન્ટેલિજેન્સ સર્વિસ ઇન્ડિયા લિ.ના સહયોગથી તાપી જિલ્લાના યુવાનો માટે સુરક્ષા જવાન અને સુરક્ષા સુપરવાયઝર ભરતીનું આયોજન કરવામાં આવ્યું છે.
સિક્યોરિટી સ્કીલ કાઉન્સિલ ઇન્ડિયા લિમીડેટ માણસા ગાંધીનગર દ્વારા આયોજિત આ કેમ્પમાં જિલ્લાના યુવાનોને સુરક્ષા જવાન અને સુરક્ષા સુપરવાયઝર તરીકે નોકરી ઉત્સુક યુવાનો તા.17/04/2021ના રોજ આર.જી.પટેલ વિદ્યાલય નિઝર, તા.18/04/2021 સાર્વજનિક હાઈસ્કુલ ઉચ્છલ, તા.19/04/2021 સરસ્વતી વિદ્યાલય કુકરમુંડા, તા.20/04/2021 સાર્વજનિક હાઈસ્કુલ સોનગઢ, તા.21/04/2021 સ.ગો. હાઈસ્કુલ વાલોડ, તા.22/04/2021 જે.બી. એન્ડ એસ.એ. સાર્વ. હાઈસ્કુલ વ્યારા ખાતે સમય સવારે ૧૦ થી સાંજે ૦૪ કલાક સુધી ભરતી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કોવિડ-૧૯ની પરિસ્થિતીને ધ્યાને રાખી સરકારની ગાઇડલાઇનના પાલન સાથે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
વધુમાં ભરતી પાત્રતા મુજબ 21 થી 36 વર્ષનો યુવાનો, અભ્યાસ ધોરણ-10 સુધીનો માન્ય ગણાશે. નોકરીવાંચ્છુક ઉમેદવારોએ તમામ ડોક્યુમેન્ટની નકલ અને બે પાસપોર્ટ સાઈઝના ફોટા, આધારકાર્ડ સાથે હાજર રહેવું. વધુ માહિતી માટે ફોન.૯૭૦૮૮૪૭૧૭૨, ૭૩૮૩૦૭૭૨૨૫ એસ.એસ.સી.આઇ.રીજનલ ટ્રીનિંગ સેન્ટર માણસાનો સંપર્ક કરવા જિલ્લા શિક્ષણધિકારી, તાપી દ્વારા જણાવાયું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500