Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સાપુતારામાં ડ્રો’ની લાલચમાં ઈસમે રૂપિયા ગુમાવ્યાની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ

  • March 26, 2025 

રાજ્યનાં એકમાત્ર ગિરિમથક સાપુતારા ખાતે આવેલ નોટિફાઈડ એરિીયાની કચેરીમાં ફાયર ગાડીનાં ડ્રાઈવરે ઓનલાઈન ઈનામી ડ્રો’ની જાહેરાત જોઈ લાલચમાં આવી ૯,૮૧૫ રૂપિયા ગુમાવ્યા હતા. તે સાયબર ફોડનો શિકાર બન્યા હતો. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાના ગુંદીયા ગામે રહેતો કાલિદાસભાઈ કિશનભાઈ બંગાળ સાપુતારા ખાતે આવેલી નોટિફાઈડ એરિયાની કચેરીમાં ફાયર ગાડી ઉપર ડ્રાઇવર તરીકે નોકરી કરે છે તેણે તારીખ ૨૫/૧૦/૨૦૨૪ શુક્રવાર નાંરોજ ફેસબુક પર ઈનામી ડ્રો’નો વીડિયો જોયો હતો.


જેમાં શરી દેવ નારાયણ ગૌશાળા સેવા સમિતિ અને ઉપહાર યોજના (રહે.રોપા, તા.જહાજપુર, જી.શાહપુરા, ભીલવાડા,રાજસ્થાન) નામનું પોસ્ટર ઈનામી ડ્રોવાળુ હતું. જેથી તેણે વધારેની માહિતી કોલ કરીને મેળવી પછી લાલચમાં આવીને ઈનામી ડ્રો’નાં પાંચકુપન ખરીદ્યા હતાં. જે પછી લોભલાલચમાં આવી ટુકડે ટુકડે કરીને કુલ ૯,૮૧૫ રૂપિયા ઓનલાઈન ગુગલ પે’ના માધ્યમથી ચૂકવેલા હતાં. પરંતુ તેની પાસેથી વધારે ૭,૦૦૦/-ની માંગણી કરતા તે સતર્ક થઈ ગયો હતો અને તેની જોડે ફોડ થઈ રહ્યો હોવાનું જણાતા સાયબર ફ્રોડ હેલ્પલાઇન નંબર ૧૯૩૦ પર કોલ કરી, પોતાના જોડે બનેલ ઘટનાની સમગ્ર માહિતી જણાવી હતી અને તારીખ ૧૮/૦૩/૨૦૨૫ નારોજ સાપુતારા પોલીસ સ્ટેશનના પોલીસ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application