Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ડુંગરી ખાતેનાં શખ્સને ઓનલાઈન શોપિંગ કરવી ભારે પડી, રૂપિયા ૨૨ હજારની ઠગાઈ થયાની ફરિયાદ નોંધાઈ

  • March 27, 2025 

વલસાડના ડુંગરી ખાતે રહેતા ખાનગી બેંકના કર્મચારીએ પત્નીને સાડી આપવા માટે સોશ્યલ મીડિયામાં આવેલી જાહેરાતની લીન્ક પર ક્લીક કરી હતી. ત્યારબાદ અજાણ્યા ચીટરે બેંક કર્મીને ફોન કરીને યુ.પી.આઇ. મારફતે પેમેન્ટ કરવા કયુઆર કોડ મોકલીને ર હજાર રૂપિયા ચૂકવશે, એટલે સાંજ સુધીમાં સાડીની ડિલીવરી થઇ જશે તેવો ઝાંસો આપીને કુલ રૂ.૨૨.૦૫૪ પોતાના ખાતામાં ટ્રાન્સફર કરાવી દીધા હતા. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ડુંગરી ગામના રેલીયા ફળિયામાં રહેતા અનિલ પટેલ (નામ બદલ્યુ છે) વલસાડની એક ખાનગી બેંકમાં કલેક્શન એકઝીકયુટીવ તરીકે ફરજ બજાવે છે. ગત તારીખ  ૨૯/૦૧/૨૦૨૫ નારોજ અનિલે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં એક સાડીની જાહેરાત જોઈ હતી.


જે જાહેરાત પર ક્લિક કરી જાહેરાત જોયાં બાદ પત્નીને સાડી ભેટ તરીકે આપવા માટે અનિલે જાહેરાતમાં જણાવ્યા મુજબ ઓર્ડર આપી દીધો હતો. જે બાદ એક ભેજાબાજે અનિલને વોટ્સએપ કોલ કરી સાડીનો ઓર્ડર પૂર્ણ કરવા રૂ.૨૦૦૦ ઓનલાઈન ચૂકવવાનું જણાવી બેંક કર્મીના વોટ્સએપ ઉપર એક ક્યુઆર કોડ મોકલ્યો હતો. તે કયુ આર કોડ સ્કેન કરી નાણાં ચૂકવી પણ દીધા હતા. જે બાદ ભેજાબાજે સાંજ સુધીમાં સાડીની ડિલિવરી થઇ જશે તેવું જણાવી વધુ રૂ.૫૦૦ ચૂકવવાનું જણાવતા અનિલએ ફરીથી રૂ.૫૦૦ ગુગલ પે મારફતે ટ્રાન્સફર કર્યા હતા. બેંક કર્મી બરાબરનો ફસાઈ ગયો છે તેમ જાણી ગયેલા ઠગભગતે તેનો ડિલિવરી બોય પાર્સલ આપવા માટે નીકળ્યો હતો અને તેનું વાહન ખરાબ થઈ ગયું છે તેવું જુઠ્ઠાણું ચલાવીને રૂ.૯૭૭૭ મોકલવા અને એ રકમ ડિલિવરી બોય પાર્સલ આપવા આવશે.


ત્યારે પરત કરી દેશે તેવી ખાતરી આપી હતી. ઠગની વાતોમાં આવી ગયેલા અનિલ પટેલે ભેજાબાજના ખાતામાં રૂ.૯૭૭૭ગુગલ પે મારફતે ટ્રાન્સફર કરી દીધા હતા. ત્યારબાદ ભેજાબાજે નાણાં મળ્યા નહિ હોવાનું જણાવી વોટ્સએપ કોલ કરી અનિલ પટેલ પાસે ફરી રૂ.૯૭૭૭ ટ્રાન્સફર કરાવીને તેના ખાતામાં કૂલ રૂ.૨૨,૦૫૪ ટ્રાન્સફર કરાવી દીધા હતા. મોડી સાંજ સુધી સાડીની ડિલિવરી નહિ મળતા અનિલે તેનો સંપર્ક કરવા પ્રયાસો કર્યા હતા. પરંતુ તે શખ્સે ફોન બંધ કરી દીધો હતો. આખરે અનિલને પોતે છેતરાઈ ગયા હોવાની ખાતરી થઈ હતી જેથી બનાવ અંગે ડુંગરી પોલીસ સ્ટેશનમમાં ફરિયાદ નોંધાવી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application