Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉમરસાડીમાં રહેતી નિરાલી ટંડેલ લાપતા

  • December 03, 2021 

પારડીના ઉમરસાડી માછીવાડ મંદિર સ્ટ્રીટ ખાતે રહેતી 19 વર્ષીય નિરાલી હરીશભાઈ ટંડેલ જે પારડી ખાતે આવેલ જે.પી.પી. આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં એસ.વાય.બી.કોમમાં અભ્યાસ કરે છે અને સાથે સાથે કોલેજ બાદ સેન્ટર પોઇન્ટ ખાતે કોમ્પ્યુટર કલાસ કરી સાંજે ઉમરસાડી ખાતે ઘરે જતી હતી. પરંતુ ગત તા.01/01/2021એ નિરાલી કોલેજ જવા માટે ઘરેથી નીકળી હતી. જોકે મોડી સાંજ સુધી ઘરે પરત ન ફરતા તેની માતા પ્રજ્ઞાબેન તપાસ કરવા પિતાને પારડી મોકલ્યા હતા. તપાસ દરમિયાન નિરાલી કોલેજ તથા કોમ્પ્યુટર કલાસ બંને જગ્યાએ ગઈ ન હોય તેનો મોબાઈલ દ્વારા કોન્ટેક્ટ કરતા મોબઈલ પણ સ્વિચ ઓફ આવતો હોય જેથી મિત્રો, તેમજ સંબંધીઓ, સગાઓ તથા આજુબાજુ દરેક જગ્યાએ તપાસ કરાઇ હતી પરંતુ નીરાલીનો કોઈએ પત્તો લાગ્યો ન હતો જેથી ગુરુવારે નિરાલીની માતા પ્રજ્ઞાબેન પારડી પોલીસ મથકે પહોંચ્યા હતા અને સમગ્ર બાબત જણાવી તેમની દીકરી ગૂમ થઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદના આધારે પોલીસે યુવતીની શોધખોળની કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application