Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારાનાં કાટીસકુવા નજીક ગામે આગ લાગતાં સ્થાનિક રહીશોમાં ગભરાટ વ્યાપી

  • February 27, 2025 

વ્યારાના કાટીસકુવા નજીક ગામમાં ઘરમાં ભરબપોરે આગ ભભુકી ઉઠતા પરિવારજનો તથા ફળીયાના રહીશોમાં ગભરાટ વ્યાપી ગયો હતો ફાયર બ્રિગેડને ઘટનાની જાણ કરાતા સ્થળ ઉપર પહોંચી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. જોકે આગ ઘરવખરી સહિતનો સરસામાન ભરખી ગઇ હતી.


સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, વ્યારા નગરમાં તારીખ ૨૫ નારોજ શોર્ટસર્કીટથી આગ લાગ્યાની ઘટના બાદ કાટીસકુવા નજીક ગામમાં આગની ઘટનાએ ફાયર બ્રિગેડની ટીમને દોડતી કરી હતી. બપોરના ૨ કલાકના અરસામાં કાટીસકુવા નજીક ગામના વડ ફળીયાના રહીશ સુનિલભાઈ મોહનભાઈ ગામીતના ઘરમાં આગ ભભુકી ઉઠી હતી. ગણતરીની મિનીટોમાં જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી ચુકેલ આગની જવાળાઓને કાબુમાં લેવા પરિવાર તથા ફળીયાના રહીશોએ મથામણ કરી હતી. જો આગ વધુ રૌદ્ર સ્વરૂપ ધારણ કરે તો આસપાસના વિસ્તારમાં પણ ફેલાવાની શકયતા વચ્ચે રહીશોમાં ગભરાટ વ્યાપ્યો હતો. ઘટના અંગે ફાયર બ્રિગેડને જાણ કરતા સ્થળ ઉપર પહોંચેલ ફાયર ટીમએ આગ ઉપર કાબુ મેળવ્યો હતો, જો કે આગમાં ઘરવખરી તથા ઘરના લાકડા, છત સહિતનો સરસામાન બળી જતા પરિવારને આર્થિક નુકશાન થયું હતું.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application