સુરતનાં પલસાણા તાલુકાનાં બગુમરા ગામે રહેતી એક 16 વર્ષીય સગીરાને પરિચિત યુવકે પોતાની પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી શરીર સંબંધ કરી બળાત્કાર કરતાં સગીરાની માતાએ પલસાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, પલસાણાનાં બગુમરા ગામે રહેતા અને મૂળ મહારાષ્ટ્રનો પરિવાર નોકરી કરી ગુજરાન ચલાવે છે જયારે આ પરિવારની 16 વર્ષીય પુત્રી જે ધોરણ-10 સુધી અભ્યાસ કરેલ છે.
જોકે 2019નાં વર્ષમાં સંતોષ માલી (રહે.સૂર્યકિરણ એપાર્ટમેન્ટ, નવરોત્તમ નગર,નવાગામ,ડિંડોલી) ખાતે રહેતો તેમનો પુત્ર નવલએ આ સગીર વયની પુત્રી સાથે લગ્ન કરવા માંગતો હોય જેથી સગીરાની માતાએ જણાવ્યુ હતું કે, પુત્રી 18 વર્ષની થાય પછી લગ્ન કરીશું ત્યારબાદ આ સગીરાનો જન્મ દિવસ હોય જેથી આ બંને પરિવારના સભ્યો ભેગા થયા હતા. તે સમયે યુવકે સગીરાની એકલતાનો લાભ લઈ તેની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધ્યો હતો અને ત્યારબાદ આ યુવક સગીરા અને તેના લગ્ન માટે ફેસબુક ઉપર ફોટા અપલોડ કર્યા હતા. જેથી સગીરાની માતાએ યુવકની માતાને જણાવ્યુ હતું કે, મારી પુત્રી હજુ સગીર છે અને તમે લગ્નની પત્રિકા કેમ છપાવી છે જેથી તેની માતા અને યુવકે ફોન કટ કરી નાંખ્યો હતો. ત્યારબાદ સગીરાની માતાએ 1098 ચાઇલ્ડ હેલ્પ લાઇન પર ફોન કરી જાણ કરેલ અને ત્યારબાદ સગીરાની માતાએ પલસાણા પોલીસ સ્ટેશનમાં યુવક અને તેના પરિવાર વિરુદ્ધ ફરિયાદ નોંધવતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500