સુરતના પલસાણા તાલુકાના જોળવાના સત્યમ એપાર્ટમેન્ટના 406માં રહેતા નૂરઆલમ બુદુ મોહમદ (ઉ.વ.18) નાઓ બિલ્ડિંગના નીચે આવેલ ઇંડાની લારી પર નોકરી કરતા હતા ત્યારે ગત તા.17ના મોડી રાત્રીએ તેઓ દુકાન પર હાજર હતા. તે સમયે જોળવા ખાતે જ રહેતા ભરત મિશ્રા, નયન મરાઠી અને સોનુ ઉર્ફે દરીંદા લારી પર આવી જૂની અદાવતમાં નૂરઆલમને ગાળો આપવા લાગ્યા હતા ત્યારબાદ સોનુએ નુરઆલમને હાથમાં રહેલા લાકડા વડે માથામાં ફટકો માર્યો હતો તેમજ ભરત અને નયન પણ નૂરઆલમ પર તૂટી પડ્યા હતા જયારે સોનુએ પોતાના પાસે રહેલા ધારધાર ચપ્પુથી નૂરઆલમને પેટના ભાગે તેમજ પીઠના ભાગે ઘા માર્યા હતા નૂરઆલમે બુમાબુમ કરતા તેના મિત્ર કાલુ રાજપૂત તમામને છોડાવવા જતા ત્રણેય મિત્રો કાલું પર તૂટી પડી ઢીક્કામુકકાનો માર માર્યો હતો.
જે પૈકી ભરત મિશ્રાએ કાલુને માથામાં સ્ટીલના સળિયાનો ફટકો માર્યો હતો તો સોનુએ ચપ્પુ વડે હાથની આંગળી પર ઘા માર્યા હતા તેમજ નયને કાલુને હાથના કાંડામાં લાકડાનો ફટકો મારી ફ્રેક્ચર કર્યું હતું જેથી બંને ઇજાગ્રસ્તને નજીકની સંજીવની હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં પલસાણા પોલીસે નુરઆલમ મોહમદ પાસેથી ત્રણેય આરોપી વિરુદ્ધ ફરિયાદ લઈ તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application