સુરતના પલસાણા તાલુકાના કારેલી ગામે આવેલ તુલસી પેપર મિલમાં ગત તા.18મી ના રાત્રીએ 2.30 વાગ્યાના અરસામાં મિલમાં ઉભેલા આઇસર ટેમ્પા જીજે/19/એક્સ/3108ના ચાલકે એકાએક ટેમ્પો બહાર કાઢવા ટેમ્પો ચાલુ કરી પુરઝડપે ટર્ન કાપ્યો હતો જેમાં ટેમ્પોની સાઈડમાં ઉભેલા મુનનું મહેશ ગૌડ (ઉ.વ.29) નામના કામદારને ટેમ્પોના પાછળના વ્હીલમાં અડફેટે લેતા યુવકના જાંઘ પરથી ટેમ્પોના પાછળનું ટાયર ફળી વળતા તેને શરીરે ગંભીર ઈજાઓ થઈ હતી. ત્યારબાદ મીલના મેનેજર દ્વારા યુવકને તાત્કાલિક સારવાર અર્થે બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના તબીબ દ્વારા યુવકને મૃત જાહેર કર્યો હતો. બનાવ અંગે અંબિકા પ્રસાદ યાદવે પલસાણા પોલીસ મથકમાં ટેમ્પો ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application