સુરતનાં પલસાણા તાલુકાનાં તાતીથૈયામાં 15 વર્ષીય કિશોરીને ચક્કર આવતા તે ચોથા માળેથી નીચે પટકાતાં તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, પલસાણાનાં તાતીથૈયા ગામે આવેલ સોનીપાર્ક-2 ઓમ રેસિડન્સીમાં ચોથા માળે મકાન નંબર-401માં રહેતા હરીશભાઈ મુનીલાલ મહંતોની 15 વર્ષીય પુત્રી ખુશ્બુ કે જેઓ બીમાર હોવાથી તેઓ અશક્ત હોય અને ગતરોજ તેઓ ચોથામાળે ગેલેરીમાં બહાર નીકળ્યા હતા. તે સમયે તેને અચાનક ચક્કર આવતા તે ગેલેરીમાંથી નીચે પટકાતાં તેનું ઘટના સ્થળે મોત નીપજયું હતું. બનાવ અંગે કડોદરા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application