સુરતનાં પલસાણા તાલુકાનાં તાંતીથૈયા ગામની સીમમાં એક મિલમાં વહેલી સવારે આગ લાગતા અફરાતફરી મચી હતી આગ મિલના ગ્રે-કાપડના સ્ટોકમાં લાગતાં ફાયરની 6 જેટલી ગાડીએ પાણીનો મારો ચલાવી ગણતરીના કલાકોમાં આગને કાબુમાં લીધી હતી બનાવની વિગત એવી છે કે, પલસાણાનાં તાંતીથૈયા ગામે ઔદ્યોગિક વિસ્તારમાં આવેલ પંકજ ફેશન નામની કાપડ બનાવતી મિલના ગ્રે-કાપડના ગોડાઉનમાં મંગળવારની વહેલી સવારે 8 વાગ્યાના અરસામાં એકાએક આગ ભભૂકી ઉઠી હતી ગ્રે-કાપડ હોવાથી આગ ગણતરીના મિનિટોમાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને આગ સાથે કાળા ધુમાળાના ગોટેગોટા ઉઠયા હતા.આ અંગે ફાયર વિભાગને જાણ કરતા કડોદરા પોલીસ તેમજ પલસાણા પીઈપીએલ અને બારડોલી ફાયરની 6 જેટલી ગાડી ઘટના સ્થળે આવી પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી દોઢ કલાકની જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી આગ કાબુમાં લઈ કુલિંગ પ્રક્રિયા હાથ ધરી હતી વહેલી સવાર હોવાથી મિલમાં સ્ટાફ ઓછો હોવાથી આગ લાગતા જ ત્યાં હાજર તમામ કામદારો બહાર આવી ગયા હતા. જોકે સદનસીબે કોઈ જાનહાની થઈ નથી પરંતુ આગમાં લાખોનું ગ્રે-કાપડ સ્વાહા થયા હોવાનું અંદાજ લગાવાઈ રહ્યો છે કડોદરા પોલીસે જાણવા જોગ ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application