સુરત એલસીબી પોલીસ સ્ટાફના માણસો કડોદરા અને પલસાણા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન મળેલ બાતમીનાં આધારે, પલસાણાનાં કરણ ગામની સીમમાં નેશનલ હાઈવે નંબર-48 પરનાં સર્વિસ રોડ ઉપર રામદેવ હોટલની સામેથી એક આઇસર ટેમ્પો નંબર જીજે/21/ટી/4061 તેમજ એક આઈ-10 કાર નંબર જીજે/15/સીએચ/9874 ને ઝડપી પાડી હતી અને તેમાં બેસેલ ચાલકો શ્યામભાઈ ભરતભાઇ ઢોડિયાપટેલ (રહે.રોહિણાંગામ,ડોક્ટર ફળિયું,તા.પારડી) તથા કૃણાલ હિતેશભાઈ ઢોડિયાપટેલ (રહે.ડુમલાવગામ,દેસાઇ ફળિયું,તા.પારડી) ના ઓને ઝડપી પાડ્યા હતા.
ત્યારબાદ પોલીસે ટેમ્પાની પાછળના ભાગે તપાસ કરતાં ટેમ્પામાં લાકડાના ગોળ મોટા બોક્ષમાં છુપાવેલ વિદેશી દારૂની નાની મોટી કુલ 4875 બોટલ મળી આવી હતી જેની કિંમત રૂપિયા 3,84,000/- હતી. જોકે પોલીસે વધુ પૂછપરચ હાથ ધરતા જાણવા મળ્યું હતું કે, આ વિદેશી દારૂનો જથ્થો સુરત શહેરમાં લઈ જવામાં આવી રહ્યો હતો. આ ટેમ્પાનું પાઇલોટિંગ આઈ-10 કારનો ચાલક કરી રહયો હતો. આમ, પોલીસે ટેમ્પો, કાર, વિદેશી દારૂ, તેમજ રોકડ રકમ અને મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 18.96 લાખનો મુદ્દામાલ કબ્જે કરી આ ગુનામાં સંડોવાયેલ યતીન સોમાભાઇ હળપતિ (રહે.પટેલ ફળિયું,કડૈયા,દમણ) સહિત 3 ઈસમોને વોન્ટેડ જાહેર કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500