સુરતની સંસ્થા દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી છે. સંસ્થા દ્વારા એક હાથ અનેક બંધન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ થકી આપની રક્ષા કરનારા પોલીસ જવાનોથી માંડીને સીમા પર તૈનાત 7000 જવાનોને રક્ષા સૂત્ર બાંધવામાં આવશે. જેની શુરૂઆત ગતરોજ સુરત ખાતેથી કરવામાં આવી હતી અને સંસ્થાની બહેનો દ્વારા આર્મી જવાન, પોલીસ જવાન અને એનસીસી કેસેટ્સને સન્માનિત કરવા સાથે જ તેમના હાથ પર રાખડીઓ બાંધવામાં આવી હતી.
આ અંગે માહિતી આપતા રીતુ રાઠી એ જણાવ્યું હતું કે, દેશના રક્ષકોને સન્માનિત કરવા સાથે જ તેમની રક્ષાની કામના કરવા માટે આ આયોજન કરવામાં આવ્યું છે. આ સમગ્ર આયોજનમાં 7000 હજાર રાખડીઓ બાંધવામાં આવનાર છે સાથે જ વિધવા સ્ત્રીઓ અને દિવ્યાંગોને રોજગાર મળી રહે તે માટે આ તમામ રાખડીઓ તેમની પાસેથી જ બનાવડાવી છે. ગતરોજ સુરતથી આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે. ત્યારબાદ વડોદરા ખાતે પણ આવી જ રીતે રક્ષકોને રાખડીઓ બાંધવામાં આવશે. ત્યાર બાદ સંસ્થાની ચાર બહેનો બોર્ડર પર જશે અને જવાનોની કલાઈ પર રક્ષા સૂત્ર બાંધવામાં આવશે.
દર વર્ષે આપણે ભાઈઓને રાખડી બાંધીએ છીએ ત્યારે આપણી રક્ષા કરતા જવાનો પણ આપણા ભાઈઓ જ છે ત્યારે આ વખતે ઘરના ભાઈઓના બદલે દેશના ભાઈના રાખડી બાંધી તેમની રક્ષા માટેની કામના કરવામાં આવશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500