દિલ્હી અને તેની આજુબાજુનાં રાજ્યો પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં ભીષણ ગરમીની આગાહીને પગલે ભારતીય હવામાન વિભાગે લોકો માટે ઓરેન્જ એલર્ટ જારી કરી છે. આ અગાઉ હવામાન વિભાગે દિલ્હી માટે યલો એલર્ટ જારી કરી હતી. ભારતીય હવામાન વિભાગના વરિષ્ઠ વિજ્ઞાનીએ જણાવ્યું છે કે, દિલ્હીમાં ઓરેન્જ એલર્ટ. 4 જૂનથી હરિયાણા, પંજાબ, દિલ્હી, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં ભીષણ ગરમી પડી રહી છે. આગામી ચાર દિવસો સુધી આ રાજ્યોમાં મહત્તમ તાપમાન 44 થી 47 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેશે.
જોકે, હવામાન વિભાગે દેશના ઉત્તર પૂર્વના વિસ્તારો, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં ભારે વરસાદ પડવાની આગાહી કરી છે. આઇએમડીના જણાવ્યા અનુસાર આગામી પાંચ દિવસ દરમિયાન અરૃણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે. હવામાન વિભાગે વધુમાં જણાવ્યું છે કે, 8 થી 10 જૂન સુધી મેઘાલયના અલગ અલગ વિસ્તારોમાં સૌથી વધારે વરસાદ પડવાની સંભાવના છે. બિહારના કેટલાક વિસ્તારોંમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.
આગામી પાંચ દિવસ બિહાર, ઝારખંડ, ઓડિશા અને પશ્ચિમ બંગાળ વરસાદ પડવાની શક્યતા છે. કર્ણાટક, કેરળમાં પણ વરસાદ પડશે. આગામી પાંચ દિવસ દરમિયાન આંધ્ર પ્રદેશ, યમન, તમિલનાડુ, પુડુચેરીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જમ્મુ, હિમાચલ પ્રદેશ, પશ્ચિમ રાજસ્થાન, ઉત્તર ઝારખંડ અને વિદર્ભમાં હીટવેવની જારી રહેવાની શક્યતા વ્યકત કરવામાં આવી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500