Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી ફોરેસ્ટ ડીપાર્ટમેન્ટની કામગીરી : જંગલ માંથી ખેરના લાકડા સાથે આરોપીઓને ઝડપી પાડ્યા

  • September 12, 2024 

તાપી જિલ્લાના સરહદી જંગલ વિસ્તારમાંથી તાપી ફોરેસ્ટ ડીપાર્ટમેન્ટ દ્વારા ખેરના લાકડા ચોરીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે,આ મામલે ફોરેસ્ટ ડીપાર્ટમેન્ટ દ્વારા અત્યાર સુધીમાં કુલ ૪ જેટલા લાકડા ચોરોને ઝડપી તેઓ પાસેથી ખેરનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે, જોકે ૨ આરોપીઓને ફરાર ઘોષિત કરવામાં આવ્યા છે.


સોનગઢ તાલુકાની  સાદડવેલ રેંજ ફોરેસ્ટ ઓફિસર દ્વારા આપવામાં આવેલ માહિતી અનુસાર ગતરોજ નાયબ વન સંરક્ષક વ્યારા અને મદદનીશ વન સંરક્ષક વ્યારાના સુચના અને માર્ગદર્શન હેઠળ સાદડવેલ રેંજના આરએફઓ સી.કે.આજરા, એકવા રાઉન્ડ ફોરેસ્ટર પ્રભાવતીબેન બી ગામીત,મેઢા રાઉન્ડ ફોરેસ્ટર એન.કે.મંડોરી, વનરક્ષક એ.બી.ગામીત,પી.સી.ચૌધરી સહીત રોજમદારો રાત્રી દરમ્યાન જંગલ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા.


સોનગઢ તાલુકાના સાદડવેલ રેંજ ખાતે ખાનગી બાતમીના આધારે એકવા અને મેઢા રાઉન્ડ સ્ટાફ સાથે રહી મેઢા અને એકવા રાઉન્ડના હદમાં મહારાષ્ટ્ર બોર્ડર લાગુ વિસ્તારના જંગલ વિસ્તાર ખાતે ખેરના લાકડા કાપવા માટે કેટલાક ઇસમો આવેલ હોઇ રાત્રી દરમ્યાન જંગલ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમ્યાન ખેરના લાકડા લઇ જતા ઇસમનો પિછો કરી ઝડપી પાડવામાં આવ્યા હતા.ઝડપાયેલા આરોપીઓની વધુ પુછપરછ અને તપાસમાં અન્ય ૫ આરોપીઓના નામ ખુલતા અન્ય ૩ આરોપીઓની અટકાયત કરવામાં આવી હતી.આમ કૂલ ૪ આરોપીઓની અટક કરી તેઓ પાસેથી કપાયેલ ૩ જેટલી ખેરનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો હતો.

પકડાયેલા આરોપીઓના નામ : (૧) અનિલભાઈ રમેશભાઇ ગામીત (રહે,મેઢા, તા.સોનગઢ),(૨) મુન્નાભાઇ દિલીપભાઈ ગામીત (રહે.મેઢા તા.સોનગઢ),(૩) વિગ્નેશભાઇ જેમાભાઈ માવચી (રહે.ખેખડા, તા.નવાપુર, જી.નંદુરબાર (મહારાષ્ટ્ર),(૪) લાલસિંગભાઇ રામાભાઇ ગામીત (રહે.મેઢા, તા.સોનગઢ)

ફરાર આરોપીઓના નામ : (૧) પંકજ ગણેશભાઇ માવચી (રહે.ખેખડા, તા. નવાપુર, જી.નંદુરબાર (મહારાષ્ટ્ર),(૨) ગોવીંદ હરીયાભાઇ માવચી રહે.ખેખડા, તા.નવાપુર, જી.નંદુરબાર (મહારાષ્ટ્ર)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application