Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢ પોલીસની કામગીરી : રૂપિયા 1.13 લાખનાં મુદ્દામાલ સાથે પાંચ જુગારીઓને ઝડપી પાડ્યા

  • August 19, 2023 

મનિષા એસ. સુર્યવંશી/તાપી : સોનગઢનાં મચ્છી બજારમાંથી મુંબઈથી નીકળતા વરલી મટકાના આંકો ઉપર જુગાર રમતા પાંચ જુગારીઓને રૂપિયા 1.13 લાખનાં મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરાઈ હતી. મળતી માહિતી મુજબ, સોનગઢ પોલીસ સ્ટાફના માણસોએ ગતરોજ સોનગઢનાં ટાઉન મચ્છી બજારમાં નાસિર દીલાવર કુરેશી નાઓની જનરલ સ્ટોરની બાજુમાંથી મુંબઈથી નીકળતા વરલી મટકાના આંકો ઉપર જુગાર રમતા પાંચ જુગારીઓને પોલીસ રેઈડમાં ઝડપી પાડ્યા હતા.



જોકે પોલીસે અંગઝડતીનાં રોકડા રૂપિયા 13,480/- અને 4 નંગ મોબાઈલ તેમજ 2 મોટરસાઈકલ તથા જુગાર રમવાના સાધનો મળી કુલ રૂપિયા 1,13,980/-નો મુદ્દામાલ કબ્જે કરી ઝડપાયેલ તમામ જુગારીઓ સામે જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.



સોનગઢ પોલીસે જુગાર રમતા ઝડપી પાડેલ જુગારીઓ...

1.નાસિર દિલાવર કુરેશી (રહે.પોસ્ટ ઓફિસની સામે, ઈસ્લામપુરા, સોનગઢ),

2.રંગજી ઈશાર્યાભાઈ ગામીત (રહે.ઝરાલી ગામ, ફૂટલી ફળિયું, સોનગઢ),

3.ગોપાલ સાલિકભાઈ સાળુંકે (રહે.જમાદાર ફળિયું, સોનગઢ),

4.સુરેશ ગોવિંદભાઈ ગામીત (રહે.પોખરણ ગામ, પટેલ ફળિયું, સોનગઢ) અને

5.અશોક સુકરિયાભાઈ ભીલ (રહે.કીકાકુઈ ગામ, દક્ષિણ ફળિયું, સોનગઢ).



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application