મનિષા એસ. સુર્યવંશી/તાપી : તાપી જિલ્લાનાં સોનગઢ તાલુકામાં ધમોડી, ટોકરવા અને હનુમંતીયા ગામે સોનગઢ પોલીસ સ્ટાફના માણસોએ પોલીસ રેઈડમાં વિદેશી દારૂનાં જથ્થા સાથે પાંચ ઈસમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી, જયારે વ્યારાના કાનપુરા વિસ્તારની એક મહિલા સહીત આઠ ઈસમોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ, સોનગઢ પોલીસ સ્ટાફનાં માણસો ખાનગી વાહનમાં બેસી પ્રોહી. તથા જુગારની રેઈડમાં નીકળ્યા અહાતા તે દરમિયાન સોમવારનાં રોજ બપોરે મળેલ ખાનગી બાતમીના આધારે પોલીસે સોનગઢનાં ધમોડી ગામનાં ડુંગરી ફળિયામાં રહેતો દિપકભાઈ નગીનભાઈ ગામીત નાઓ પોતાના ઘરે વગર પાસ પરમીટે ઈંગ્લીશ દારૂનું વેચાણ કરે છે.
જે બાતમીના આધારે સ્થળ ઉપર જઈ રેઈડ કરતા ઘરમાં દિપકભાઈ નહિ મળતા તેણે પોલીસ ચોપડે વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો અને તેના ઘરની પજારીનાં ભાગે તપાસ કરતા વિદેશી દારૂની કુલ 144 નંગ બોટલો મળી આવી હતી જેની કિંમત રૂપિયા 7,200/-નો હતો. જયારે બીજા બનાવમાં સોનગઢ પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી કે, એક મોપેડ બાઈકનો ચાલક બાઈક ઉપર દારૂનો જથ્થો ભરીને ધમોડી ત્રણ રસ્તા પાસેથી પસાર થનાર છે જે બાતમીના આધારે પોલીસ સ્ટાફના માણસો ધમોડી ત્રણ રસ્તા પાસે વોચમાં હતા.
તે દરમિયાન બાતમી વાળી મોપેડ બાઈક નંબર GJ/26/AA/2997 આવતાં જોઈ ચાલકને ઉભો રખાવતા ચાલકે પોતાની મોપેડ બાઈક પુરઝડપે ભગાવી દેતા આગળ જઈ પડી જતાં પોલીસે બાઈક ચાલકને ઝડપી પાડી તેનું નામ પૂછતા તેણે પોતાનું નામ, અશોકભાઈ બાબુભાઈ ગામીત (રહે.ગાળકુવા ગામ, દિલ્લી ફળિયું, તા.સોનગઢ) હતું. ત્યારબાદ પોલીસે તપાસ હાથ ધરતા બાઈકની ડીકીમાંથી દેશી દારૂની 30 નંગ બોટલો મળી આવી હતી. આમ, પોલીસે મોપેડ બાઈક, 1 નંગ મોબાઈલ અને દેશી દારૂની બોટલો મળી કુલ રૂપિયા 36,200/- કબ્જે કરી દારૂનો મુદ્દામાલ ભરી આપનાર લક્કડકોટનાં બુધિયા ગાવિત અને દારૂ મંગાવનાર રઘુભાઈ ગામીત (રહે.ધમોડી ગામ, સોનગઢ)નાંઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.
ત્યારબાદ ત્રીજા બનાવમાં સોનગઢ પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી કે, ગાયસાવર ગામથી ટોકરવા ગામ તરફ એક બાઈક ચાલક દારૂનો જથ્થો ભરી લાવનાર છે. જે બાતમીના આધારે પોલીસ સ્ટાફના માણસો ગાયસાવર ગામથી ટોકરવા ગામનાં મિસ્ત્રી ફળિયા તરફ આવતાં રોડ ઉપર છુટાછવાયા વોચમાં હતા. તે દરમિયાન બાતમીવાળી બાઈક નંબર GJ/26/M/6860ને આવતાં જોઈ રોકી બાઈક ચાલકનું નામ પૂછતા તેણે પોતાનું નામ, આનંદભાઈ જીવલ્યાભાઈ ગામીત (રહે.પાંખરી ગામ, ઉચ્છલ)નાં હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ આગળના ભાગે મુકેલ કાપડના થેલામાં તપાસ કરતા ઈંગ્લીશ તથા દેશી દારૂની કુલ 106 નંગ બોટલો મળી આવી હતી.
આમ, પોલીસે બાઈક, 1 નંગ મોબાઈલ અને દારૂનો જથ્થો મળી કુલ રૂપિયા 37,300/-નો મુદ્દામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી હતી, જયારે દારૂનો મુદ્દામાલ ભરી આપનાર દિલીપ ઉર્ફે દીપો મૂલ્યા ગાવિત (રહે.લક્કડકોટ ગામ, નવાપુર) અને મંગાવનાર મહિલા નેહા રાણા (રહે.કાનપુર, વ્યારા) નાંઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા. જયારે ચોથા બનાવમાં સોનગઢ પોલીસ સ્ટાફનાં માણસોને મંગળવારનાં રોજ ખાનગી રાહે બાતમી મળી હતી કે, સોનગઢ ખાતે રહેતો ગોવિંદભાઈ ભરવાડ તેની સાથેના સાગરીતો સાથે ઈંગ્લીશ દારૂનાં જથ્થો લઈ આવી હનુમંતીયા ગામે સ્વામી નારાયણ મંદિરની પાછળનાં ભાગે આવેલ કાચા રોડ ઉપર પ્રતિક ઉર્ફે પકો (રહે.વાંકલા) નાને આપનાર છે.
જે બાતમીના આધારે પોલીસે સ્થળ ઉપર જઈ કોર્ડન કરી ત્રણ ઈસમોને ઝડપી પાડ્યા હતા જેમાં ગોવિંદભાઈ બચુભાઈ ભરવાડ (રહે.જમાદાર ફળિયું, સોનગઢ) મેહુલભાઈ ઉર્ફે ચેવડો રાજુભાઈ માળી (રહે.મચ્છી બજાર સોનગઢ) અને રમઝાનઅલી ઉર્ફે ભુર્યો મોહમદ નસીમ શેખ (રહે.ગણેશ નગર, સોનગઢ), જયારે ત્રણ ઈસમો ભાગી છૂટતા તેમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા જેમાં રાકેશ છબીલદાસ પારઘી (રહે.જમાદાર ફળિયું, સોનગઢ), મુકેશ ઈશ્વર જેસ્વાલ (રહે.નવાપુર), પ્રતિક ઉર્ફે પકો છનાભાઈ ગામીત (રહે.વાંકલા ગામ, ડોલવણ) અને દાનીયલ સુમનભાઈ ગામીત (રહે.ખુર્દી ગામ, પંડ્યા ફળિયું, વ્યારા) નાઓને આ કામે વોન્ડેટ જાહેર કરવામાં આવ્યા હતા. જોકે પોલીસે સ્થળ ઉપર જોતા ત્યાં ખાખી કલરના પૂંઠાનાં બોક્ષ તેમજ કાળા કલરની કોથળીઓમાં ઈંગ્લીશ દારૂની બોટલો મળી આવી હતી. આમ પોલીસે ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂનો જથ્થો, ચાર બાઈક અને 2 નંગ મોબાઈલ મળી કુલ રૂપિયા 2,16,000/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application