Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી જિલ્લામાં કોરોનાના માત્ર ૧૪૧ કેસ એક્ટિવ, આજે વધુ ૫૫ દર્દીઓ સાજા થયા, નવા ૫ કેસ નોંધાયા

  • May 25, 2021 

તાપી જિલ્લામાં મંગળવારે કોરોના પોઝીટીવ દર્દીના માત્ર ૫ નવા કેસ મળી આવ્યા છે. આજે વધુ ૫૫ દર્દીઓ સાજા થતા રજા આપવામાં આવી છે. હાલ ૧૪૧ દર્દી કોરોનાની સારવાર લઈ રહ્યા છે

 

 

 

 

મળતી માહિતી અનુસાર,તા.૨૫મી ના રોજ તાપી જિલ્લામાં કોરોનાના માત્ર ૫ કેસ નોંધાયા છે. આ સાથે જિલ્લામાં કોરોના પોઝીટીવના કુલ ૩૮૦૯ કેસો નોંધાઈ ચુક્યા છે. અત્યાર સુધી કુલ ૩૫૪૮ દર્દીઓ કોરોનાની સારવાર લઈ સાજા થયા છે. જિલ્લામાંથી કોરોના ટેસ્ટ માટે ૧૦૫૬ સેમ્પલ લેવામાં આવ્યા છે. જિલ્લામાં કોરોનાની સારવાર દરમિયાન અન્ય કારણોસર કુલ ૧૦૨ દર્દીઓ મોત નિપજ્યા છે જયારે કોરોનાથી ૧૮ દર્દીઓના મોત સાથે આજદિન સુધી જિલ્લામાં કુલ ૧૨૦ દર્દીઓના મોત નિપજ્યા છે.

 

 

 

 

તાપી જિલ્લામાં મંગળવારે નોંધાયેલ કોરોનાના નવા ૫ કેસ
  • ૪૦ વર્ષિય મહિલા – ભગત ફળિયું – કસવાવ,તા.વ્યારા
  • ૪ વર્ષિય બાબો– શીવશક્તિ – વ્યારા
  • ૬૦ વર્ષિય પુરુષ – ચાસા ફળિયું –તીતવા,તા.વાલોડ 
  • ૪૦ વર્ષિય મહિલા – નિશાળ ફળિયું –ખરસી,તા.સોનગઢ
  • ૨૧ વર્ષિય પુરુષ – નિશાળ ફળિયું –અગાસવાણ,તા.સોનગઢ

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application