Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી જિલ્લામાં કોરોનાનો માત્ર ૧ કેસ એક્ટિવ, આજે વધુ ૧ દર્દી સાજો થતા રજા અપાઈ

  • November 29, 2021 

તાપી જિલ્લામાં આજરોજ કોરોના પોઝીટીવ દર્દીનો કોઈ નવો કેસ સામે આવ્યો નથી. જેને લઇ આરોગ્ય વિભાગે રાહતનો શ્વાસ લીધો છે. જોકે વધુ એક દર્દી સાજો થતા રજા આપવામાં આવી હતી.

જિલ્લા આરોગ્ય વિભાગ પાસેથી મળતી માહિતી અનુસાર તા.૨૮મી નવેમ્બર નારોજ જિલ્લાના સાતેય તાલુકામાં સાંજ સુધીમાં કોરોનાનો એકપણ નવો કેસ નોંધાયો નથી. જોકે આજરોજ કોરોનાની સારવાર લઇ વધુ એક દર્દી સાજો થતા તેને રજા આપી દેવામાં આવી છે, જિલ્લામાં કોરોના દર્દીઓના કુલ ૩૮૯૮ કેસો નોંધાયા છે. અત્યાર સુધી કુલ ૩૭૬૭ દર્દીઓ કોરોનાની સારવાર લઈ સાજા થયા છે.


જિલ્લામાં કોરોનાની સારવાર દરમિયાન અન્ય કારણોસર કુલ ૧૦૩ દર્દીઓના મોત નિપજ્યા છે જયારે કોરોનાથી ૨૭ દર્દીઓના મોત સાથે જિલ્લામાં કુલ ૧૩૦ દર્દીઓના મોતને ભેટી ચુક્યા છે. હાલ જિલ્લામાં કોરોના પોઝીટીવનો માત્ર એક કેસ એક્ટિવ છે.


કોરોના પોઝીટીવ દર્દીના ક્યાં કેટલા કેસો નોંધાયા ??
  1. વાલોડ તાલુકો – કુલ ૭૯૭ કેસો
  2. વ્યારા અને ડોલવણ તાલુકો – કુલ ૧૫૯૪ કેસો
  3. સોનગઢ તાલુકો – કુલ ૯૪૫ કેસો
  4. ઉચ્છલ તાલુકો – કુલ ૨૧૬ કેસો
  5. નિઝર અને કુકરમુંડા તાલુકો – કુલ ૩૪૬ કેસો


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application