તાપી જીલ્લામા આજરોજ કોરોના પોઝીટીવ દર્દીનો એકપણ નવો કેસ મળી આવેલ નથી.પરંતુ જે રીતે કેટલાક લોકો સોસીયલ ડીસ્ટન્સ કે પછી માસ્ક વગર હરવા ફરવા લાગ્યા છે. તે ચિંતા નો વિષય બન્યો છે.
જીલ્લા આરોગ્ય અધિકારી ડો.હર્ષદભાઈ પટેલના જણાવ્યા અનુસાર તા.7મી માર્ચ નારોજ જીલ્લામાં કોરોના પોઝીટીવ દર્દીનો એકપણ નવો કેસ નોંધાયો નથી.જેને લઇ આરોગ્ય વિભાગે રાહતનો શ્વાસ લીધો છે. જીલ્લામા આજદિન સુધી કોરોના પોઝીટીવ દર્દીઓના કુલ 903 કેસો નોંધાઈ ચુક્યા છે. આજરોજ વધુ 3 દર્દીઓ સાજા થતા રજા આપવામાં આવી છે.
અત્યાર સુધી કુલ 861 દર્દીઓ સાજા થયા છે. કોરોના ની સારવાર દરમિયાન કુલ 41 દર્દીઓના મોત નીપજ્યા છે. જીલ્લાભરમાંથી કોરોના ટેસ્ટ માટે 204 સેમ્પલ લેવામાં આવ્યા છે. હાલ 1 દર્દી કોરોનાની સારવાર લઈ રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application