Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

આંબા ગામમાંથી વિદેશીદારૂની બાટલીઓ સાથે એક ઝડપાયો

  • April 07, 2021 

સોનગઢના આંબા ગામમાંથી જીલ્લા એલસીબી પોલીસે દરોડા પાડી દારૂની બાટલીઓ સાથે એક  શખ્સને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

 

 

 

 

 

 

એલસીબી પોલીસ સ્ટાફના માણસોને મળેલ બાતમીના આધારે સોનગઢ તાલુકાના આંબા ગામના ડેરી ફળીયામાં રહેતો નિલેશભાઇ ગોપુભાઈ કોકણીના ત્યાં દરોડા પાડ્યા હતા દરમિયાન ઘરના ઓટલાના ભાગે વગર પાસ પરમીટે એક થેલીમાં સંતાડી મુકેલ ભારતીય બનાવટના વિદેશીદારૂની બાટલીઓ નંગ-13 ના મુદ્દામાલ સાથે નીલેશ કોકણીને ઝડપી પાડવામાં આવ્યો હતો.

 

 

 

 

આ બનાવમાં પોલીસકોન્સ્ટેબલ ની ફરિયાદના આધારે વિદેશીદારૂનો મુદ્દામાલ જપ્ત કરી નીલેશ કોકણી વિરુદ્ધ સોનગઢ પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application