સુરતનાં પલસાણા તાલુકાનાં એના ગામની સીમમાં બારડોલી પલસાણા રોડ પર પોલીસ સ્ટાફના માણસોએ 04 ગાય અને 06 વાછરડા ભરેલો ટેમ્પો સાથે ચાલકને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, પલસાણાનાં એના ગામની સીમમાં બારડોલી પલસાણા રસ્તા ઉપરથી પસાર થતા એક ટેમ્પોને ગૌરક્ષકોની ટીમે અટકાવ્યો હતો અને જેમાં તપાસ કરતાં પાછળના ભાગે ટૂંકા દોરડા વડે ખીચોખીચ અને ઘાસચારાની સગવડ વડે 4 ગાય અને 6 વાછરડા બાંધ્યા હતા.જોકે, ગૌરક્ષકોની ટીમે આ અંગે પલસાણા પોલીસને જાણ કરતાં પોલીસ સ્ટાફના માણસો સ્થળ ઉપર પહોંચ્યા હતા અને ટેમ્પાના ચાલકની પૂછપરચ દરમિયાન તેણે પોતાનું નામ અહેમદ ખાલીદ પઠાણ (રહે.ઢેપાવાડી, ભાથેના, કિન્નરી ટોકીઝની સામે રિંગરોડ,સુરત) પાસેનો હોવાનું જણાવ્યુ હતું અને આ પશુઓની હેરાફેરી અને પાસ પરમિટની માંગણી કરતાં તે મળી આવી ન હતી. પલસાણા પોલીસે ચાલકની અટક કરી 52,000/-ની કિંમતનો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application