Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વડોદરામાં હાર્ટ એટેકને કારણે વધુ એક વ્યક્તિનું મોત

  • December 13, 2023 

સમગ્ર રાજ્ય સહિત વડોદરા શહેરમાં પણ હાર્ટ એટેકના કારણે થતા મોતનો આંક વધતા ચિંતાનો વિષય બન્યો છે ત્યારે વડોદરા શહેરમાં વધુ એક વ્યક્તિનું હાર્ટ એટેકના કારણે મોત થયું હોવાની માહિતી મળી હતી. એસટી ડેપો પાસે રીક્ષા ચાલક અચાનક ઢળી પડતા એમ્બ્યુલન્સના તબીબ દ્વારા હૃદય રોગના હુમલાથી મોત થયું હોવાની પૃષ્ટિ કરી હતી. સમગ્ર રાજ્ય અને વડોદરામાં પણ હવે હાર્ટ એટેકના કારણે મોતનો આંક દિવસેને દિવસે વધી રહ્યો છે.



રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી એકાએક છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ હાર્ટ એટેકના કારણે મોત થવાની ચિંતાજનક ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે હાર્ટ એટેકથી મોતનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. યુવાનોના અત્યંત ચિંતાજનક રીતે સાવ અચાનક કે જેમાં બચાવવા માટે સારવાર માટે થોડો સમય મળતો નથી. તેવા જીવ લેણ હાર્ટ એટેકનો સિલસિલો આજે પણ યથાવત જોવા મળ્યો હતો. વડોદરામાં હાર્ટ એટેકથી મોતની ઘટના બની હતી એસટી ડેપો પાસે રીક્ષા ચાલક અશોક રામનાનીનું એટેકના કારણે મોત થયું હોવાનું સામે આવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application