Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સાપુતારા ત્રણ રસ્તાથી પરબડી સર્કલ પાસેનાં અકસ્માતમાં એકનું મોત નિપજ્યું

  • December 20, 2024 

આહવાનાં રાણી ફળિયા ખાતે રહેતો કરણ કમલેશ ચૌધરી પોતાના પિતાની એકટીવા મોપેડ બાઈક નંબર જીજે/૩૦/ઈ/૩૯૨૮ લઈને સાંજનાં સમયે કોઈને કંઈ પણ કહ્યા વગર નીકળી ગયો હતો અને ત્યારબાદ કરણે એકટીવા મોપેડ પોતાના મિત્ર સચિન પરેશભાઈ નંદી (રહે.રાણી ફળિયુ, આહવા)ને ચલાવવા માટે આપી હતી અને કરણ પોતે એકટીવા મોપેડ બાઈક પર વચ્ચે બેઠો હતો અને તેની પાછળ હજુ એક તેનો મિત્ર બેઠો હતો.


આ ત્રણેય જણા સાપુતારા ત્રણ રસ્તાથી પરબડી સર્કલ તરફ આવતા હતા તે સમયે સચિને એક્ટીવાને બેદરકારી અને ગલતભરી રીતે હંકારી બાઈક પરનો કાબુ ગુમાવી ડીવાઈડર ઉપર ચડાવી ડીવાઈડરની વચ્ચે મુકેલ સાઈન બોર્ડ તથા ચંપાનાં ઝાડ સાથે અથડાવી હતી અને સામેની સાઈડમાં પડી જતા એક ટ્રક નંબર જીજે/૦૪/એએક્ષ/૯૭૭૭નાં પાછળનાં ટાયરમાં આવી જતાં કરણનાં શરીરે તથા માથાનાં ભાગે ટ્રકનું ટાયર ચડી જતાં કમકમાટી ભર્યુ મોત નિપજ્યું હતું. ઘટના અંગે આહવા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application