નર્મદાનાં સાગબારા તાલુકાનાં પીપલાપાણી ગામનાં ફાટક પાસે સાગબારાથી સોનગઢ જતાં રોડ ઉપર બે બાઈક સામસામે અથડાતાં અકસ્માત થતાં એક યુવકનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. જ્યારે પાંચ યુવકોને ઈજા પહોંચી હતી. અકસ્માત કરનાર બાઈક ચાલક વિરૂધ્ધ ફેટલ એક્સિડન્ટનો ગુનો દાખલ કરાયો હતો.
બનાવની વિગત એવી છે કે, આરોપી વિકાસ શ્રાવણ વસાવા (રહે.નાલ ગામ, તા.સાગબારા) પોતાના કબ્જાની પુરઝડપે અને બેદરકારીથી હંકારી સાગબારાથી સોનગઢ જતાં રોડ ઉપર પીપલાપાણી ગામના ફાટક પાસે હંકારી ફરિયાદી નાનસિંગ ભાંગભાઈ વસાવા (રહે.માંડવી પાણી, તા.સોનગઢ, જિ.તાપી)નો છોકરો મરણજનાર પ્રવિણ નાનસીંગ વસાવાની બાઈક સામેથી અથડાવી અકસ્માત કરી તેને તથા તેની સાથે બાઈકની પાછળ બેઠેલ કિરણ પ્રવિણ વસાવા અને સોહમ રાકેશ વસાવા તેમજ તુષાર હરીલાલ વસાવા ત્રણે (રહે.માંડવી પાણી, તા.સોનગઢ. જિ.તાપી)ને જમણાં પગે ફેકચર કરી તેમજ શરીરે ઓછીવત્તી ઈજાઓ પહોંચાડી હતી તથા પ્રવિણ નાનસીંગ વસાવાનું રાજપીપળા સરકારી સીવીલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું.
તેમજ પોતાને તેમજ તેની સાથે બાઈક ઉપર પાછલા બેઠેલા સાગર સીંગા વસાવા (રહે. નાલ ગામ, તા.સાગબારા)ને શરીરે ઓછીવત્તી ઈજા પહોંચાડી હતી. બનાવ અંગે દિકરા પ્રવિણ નાનસીંગ વસાવાને શરીરે ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચાડતા જેઓ રાજપીપળા સીવીલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તારીખ ૨ મે’ના તેનું મોત નિપજાવી ગુનો કર્યો હતો. તે બાબતે સાગબારા પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ ફેટલ એક્સિડન્ટનો ગુનો દાખલ કરાયો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500