તાપી જિલ્લામાં શનિવારે વધુ 5 લોકો કોરોનાની ચપેટમાં આવ્યા છે. જોકે જિલ્લામાં 71 વર્ષીય વૃદ્ધનું કોરોનાથી મોત નીપજ્યું હોવાના અહેવાલ પણ સામે આવ્યા છે. તેમ છતાં કેટલાક લોકો માસ્ક અને સોશિયલ ડીસ્ટન્સ વિના બિન્દાસ્ત હરવા ફરવા લાગ્યા છે. તે એક ચિંતાનો વિષય બન્યો છે.
જિલ્લામાં કુલ 5 દર્દીઓના કોરોના ટેસ્ટ પોઝીટીવ
જિલ્લા આરોગ્ય વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ તા.3જી એપ્રિલ નારોજ વાલોડના કણજોડગામમાં 28 વર્ષીય મહિલા, વ્યારાની સ્નેહકુંજ કોલોનીમાં 73 વર્ષીય વૃદ્ધ, સોનગઢના મોઘવણ ગામના નિશાળ ફળીયામાં 60 વર્ષીય આધેડ તથા મોઘવણ ગામના ડુંગરી ફળીયામાં 67 વર્ષીય આધેડ તેમજ ઉચ્છલના નિશાળ ફળીયામાં 48 વર્ષીય પુરુષ સહિત જિલ્લામાં કુલ 5 દર્દીઓના કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યો છે.
71 વર્ષીય વૃદ્ધનું કોરોનાની સારવાર દરમિયાન કોરોનાથી મોત
વ્યારાની જનરલ હોસ્પિટલ ખાતે કાર્યરત કોવિડ-19 હોસ્પિટલમાં ગતરોજ નિઝરના દેવાળા ગામના વિસ્તારમાં રહેતા 71 વર્ષીય વૃદ્ધનું કોરોનાની સારવાર દરમિયાન કોરોનાથી મોત નીપજ્યું હોવાનું આરોગ્ય અધિકારીએ જણાવ્યું છે. આ સાથે કોરોનાથી કુલ 8 દર્દીઓના મોત જયારે કોરોનાની સારવાર દરમિયાન 45 દર્દીઓ સહિત જિલ્લામાં કુલ 53 દર્દીઓના મોત નીપજ્યા છે.
જીલ્લામાંથી કોરોના ટેસ્ટ માટે 800 સેમ્પલ લેવામાં આવ્યા
જિલ્લામાં આજદિન સુધી કોરોના પોઝીટીવ દર્દીઓના કુલ 1020 કેસો નોંધાયા છે, આજરોજ વધુ 6 દર્દીઓ સાજા થતા રજા આપવામાં આવી છે. અત્યાર સુધી કુલ 929 દર્દીઓ કોરોનાની સારવાર લઈ સાજા થયા છે. હાલ 38 દર્દીઓ કોરોનાની સારવાર લઈ રહ્યા છે. જીલ્લામાંથી કોરોના ટેસ્ટ માટે 800 સેમ્પલ લેવામાં આવ્યા હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500