Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ભરૂચ નેશનલ હાઈવે પર અજાણ્યા વાહન અડફેટે એકનું મોત, મહિલા ઈજાગ્રસ્ત

  • March 11, 2023 

ભરૂચના નેશનલ હાઇવે ઉપર વડદલા ગામના ક્રોસિંગ પાસે મોપેડ સવાર દંપતીને અકસ્માત નડ્યો હતો. જોકે અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા અકસ્માત થયો હતો અને આ અકસ્માતમાં પતિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. મળતી માહિતી મુજબ, એક દંપતી પોતાની મોપેડ લઇ વડદલા ગામના ક્રોસિંગ પાસેથી પસાર થઇ રહ્યું હતું. તે દરમિયાન અજાણ્યા વાહન ચાલકે દંપતીને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ગંભીર ઈજાઓને પગલે પતિનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જયારે ઈજાગ્રસ્ત મહિલાને 108 સેવાની મદદ વડે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. અકસ્માત અંગે પોલીસે તપાસ હાથ ધરી હતી. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application