ચંદીગઢ ખાતેની એક શાળામાં મોટો અકસ્માત થયો હતો. અહીંની કોર્મેલ કોન્વેન્ટ સ્કૂલમાં એક મોટું વૃક્ષ પડી ગયું હતું. કહેવામાં આવી રહ્યું છે કે, 250 વર્ષ જૂનું હેરિટેજ વૃક્ષ હતું. આ વૃક્ષ પડતાં અનેક બાળકો ઘાયલ થયા છે. સાથે જ અકસ્માતમાં એક બાળકે પોતાનો જીવ ગુમાવ્યો છે. તે જ સમયે 13 બાળકો ઘાયલ થયાના અહેવાલ છે. ઘાયલ થયેલા બાળકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
જણાવવામાં આવી રહ્યું છે કે, આ દુર્ઘટનાં સેક્ટર 9 સ્થિત કાર્મલ કોન્વેન્ટ સ્કૂલમાં થઈ હતા. આ અકસ્માત લંચ સમયે થયો હતો. તેથી આ સમયે વૃક્ષ પાસે અનેક બાળકો હાજર હતા. વૃક્ષ અચાનક પડી જવાને કારણે અનેક બાળકો તેમાં ફસાઈ ગયા હતા. હાલમાં ઘાયલ બાળકોને સારવાર અર્થે GMSH-16માં ભર્તી કરવામાં આવ્યા છે. સાથે જ જાણવા મળ્યું છે કે, 3 બાળકોની હાલત નાજુક હોવાનું કહેવાય છે.
કાર્મેલ કોન્વેન્ટ સ્કૂલમાં હેરિટેજ પીપળનું વૃક્ષ હતું અને જે શુક્રવારે પડી ગયું હતું. આ વૃક્ષ લગભગ 250 વર્ષ જૂનું અને 70 ફૂટ ઊંચું હતું. તે જ સમયે, અકસ્માતની માહિતી મળતા જ વાલીઓ પણ શાળાએ પહોંચી ગયા હતા. વાલીઓએ ગેટ પર જ હોબાળો મચાવ્યો હતો. સાથે જ શાળામાં રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. પોલીસની સાથે વહીવટી અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. તમને જણાવી દઈએ કે, ઉનાળુ વેકેશન સમાપ્ત થયા બાદ 1 જુલાઈથી શાળાઓ ફરી રાબેતા મુજબ શરૂ થઈ ગઈ છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500