Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કાર માંથી વિદેશી દારૂનાં જથ્થા સાથે એક ઝડપાયો, બે વોન્ટેડ

  • December 25, 2021 

વલસાડ રૂરલ પોલીસે બાતમીના આધારે ધમડાચી પીરું ફળીયા પાસે હાઇવે ઉપર એક કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, વલસાડ રૂરલ પોલીસ સ્ટાફના માણસો પોલીસ મથક હદ વિસ્તારમાં પ્રોહિ. સ્પેશિયલ ડ્રાઇવ અંગે પેટ્રોલિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન મળેલી બાતમીના આધારે એક શખ્સ કાર નંબર જીજે/05/આરડી/6040માં દારૂનો જથ્થો ભરી સુરત તરફ જઈ રહ્યો હોવાની બાતમી મળી હતી.જે મળેલ બાતમીના આધારે વલસાડ રૂરલ પોલીસના જવાનોએ પીરૂ ફળિયા પાસે વોચ ગોઠવી બાતમી વાળી કાર આવતા કારને અટકાવી કારમાં તપાસ હાથ ધરતા કાર માંથી રૂપિયા 2.08 લાખની કિંમતની 283 બોટલ દારૂના જથ્થા સાથે કારનો ચાલક બિરૂ કુમાર ધનગરને ઝડપી પાડયો હતો. જોકે રૂરલ પોલીસે 283 બોટલ દારૂનો જથ્થો, કાર અને મોબાઈલ મળી કુલ રૂપિયા 7.13 લાખનો મુદ્દામાલ કબ્જે કરી દારૂનો જથ્થો ભરાવી આપનાર સેલવાસ રહેતા ભાવેશ આહીર અને કારનું પાયલોટિંગ કરતા બટકો ઉર્ફે કેતન દિલીપ હળપતિને વોન્ટેડ જાહેર કરી પોલીસ મથકે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application