Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢના શાકભાજી માર્કેટમાંથી મુંબઈથી નીકળતા અંકો પર જુગાર રમાડતા એક ઝડપાયો,એક મહિલા વોન્ટેડ

  • March 30, 2021 

સોનગઢના શાકભાજી માર્કેટ માંથી મુંબઈથી નીકળતા વરલી મટકાના અંકો પર જુગાર રમાડતા એક શખ્સ ઝડપી પાડવામાં આવ્યો હતો જયારે એક મહિલાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હોવાનો બનાવ પોલીસ મથકે નોંધાયો છે,

 

 

 

 

 

મળતી માહિતી અનુસાર તા.27મી માર્ચે સોનગઢ પોલીસ સ્ટાફના માણસો ખાનગી વાહનમાં બેસી સોનગઢ ટાઉન વિસ્તારમાં પ્રોહી.તથા જુગાર અંગેની પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન સોનગઢના શાકભાજી માર્કેટમાં રીતાબેન રાકેશભાઈ ટેલર નાઓના ઘર આગળ નીચે બેસી મુંબઈથી નીકળતા વરલી મટકાના અંકો પર જુગાર રમાડતા જેન્તીભાઈ હોલ્યાભાઈ ગામીત રહે, કેળાઈ ગામ, નિશાળ ફળિયું તા.સોનગઢ નાને જુગારના સાધનો રોકડ રકમ સહિત કુલ રૂપિયા 800/- ના મુદ્દામાલ સાથે સોનગઢ પોલીસની રેડમાં ઝડપી પાડવામાં આવ્યો હતો. જોકે રીતાબેન ટેલર નામની મહિલાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.

 

 

 

 

 

બનાવ અંગે પોલીસ કોન્સ્ટેબલ લાલજીભાઈની ફરિયાદના આધારે બંને આરોપીઓ વિરુદ્ધ સોનગઢ પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application