ભરૂચ જિલ્લાનાં દહેજની સુવા ચોકડી પરથી દહેજ પોલીસ સ્ટાફે હથિયાર રાખવાનો શોખ રાખનાર એક પરપ્રાંતિય વ્યકિતને ઝડપી પાડવો હતો. પોલીસે તેની પાસેથી એક દેશી હાથ બનાવટનો તમંચો (અગ્નિશસ્ત્ર) તથા બે જીવતા કારતુસ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, દહેજ પોલીસ ઇન્સ્પેક્ટરની સુચનાથી સર્વેલન્સ સ્ટાફના માણસો દહેજ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.
તે દરમ્યાન સર્વેલન્સ સ્ટાફને માહિતી મળી હતી કે, દહેજ ભરૂચ હાઈવે પર આવેલી સુવા ચોકડી નજીક બિહારનો એક ઈસમ ઈન્દ્રજીત ચૌધરતી તેના પેન્ટના નેફામાં પરપ્રાંતિય પાસેથી મળી આવેલો ગેરકાયદેસર દેશી હાથ બનાવટની તમંચો (અગ્નિશસ્ત્ર) હથિયાર પોતાની સાથે રાખી ફરે છે. જે માહિતીના આધારે પોલીસ ટીમે માહિતીના આધારે ઈન્દ્રજીત સુખારી ચૌધરીને ઝડપી પાડયો હતો. પોલીસે તેની ઝડતી તપાસ કરતા એક દેશી હાથ બનાવટનો તમંચો નંગ ૧, તથા ૨ જીવતા કારતુસ સાથે મળી આવ્યા હતા. પોલીસે તેની તમંચો અને કારતુસ નજરે પડે છે. કડક પુછતાછ કરતા તેથી જણાવ્યુ હતુ કે, તેને હથિયાર રાખવાનો શોખ હોવાથી પોતાના વતન બિહારથી લાવ્યો હતો. આ મામલે પોલીસે કુલ ૧૦,૨૦૦/-નો મુદ્દામાલ જપ્ત કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500