Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અગાસવાણ ગામમાંથી ગોળ મહુડાના રસાયણ સાથે એક શખ્સ ઝડપાયો,એક વોન્ટેડ

  • May 06, 2021 

સોનગઢના અગાસવાણ ગામમાંથી દેશીદારૂ બનાવવા માટેનું ગોળ મહુડાના રસાયણ સાથે એક ઇસમને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જોકે દારૂ બનાવવા માટેનું ગોળ મહુડાનો જથ્થો પૂરો પાડનાર એક ઇસમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.

 

 

 

 

 

જીલ્લા એલસીબી પોલીસ સ્ટાફના માણસો ખાનગી વાહનમાં બેસી સોનગઢ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન સોનગઢના અગાસવાણ ગામના નિશાળ ફળીયામાં આવેલ ઘરમાં રેઇડ કરી હતી. રેઇડ દરમિયાન ઘરમાં તથા ઘરની આજુબાજુમાં તપાસ કરતા ઘરની પાછળના ભાગેથી ચાર પ્લાસ્ટિકના કેરબા માંથી આશરે 20-20 લીટર જેટલો દેશી દારૂ બનાવવા માટેનું ગોળ મહુડાનું રસાયણ (વોશ) સહિતના મુદ્દામાલ સાથે બાબુસિંગભાઈ રત્નાભાઈ ગામીતને જીલ્લા એલસીબી પોલીસની ઝડપી પાડવામાં આવ્યો હતો. જોકે દારૂ બનાવવા માટેનું ગોળ મહુડાનો જથ્થો પૂરો પાડનાર ઉગમ મારવાડી નામના ઈસમને  વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.

 

 

 

 

બનાવ અંગે પોલીસ કોન્સ્ટેબલની ફરિયાદના આધારે બંને કસુરવારો વિરુદ્ધ સોનગઢ પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application