Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિના અવસરે રાષ્ટ્રિય એકતા દિવસને મજબુત કરવા માટે "રાષ્ટ્રિય એકતા રન" યોજાઈ

  • October 31, 2023 

ભારત દેશની એકતા અને અખંડિતતાના પ્રેરક એવા લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિએ તારીખ ૩૧મી ઓકટોબરે  એક ભારત શ્રેષ્ઠ ભારતની પરિકલ્પનાને સાકારિત કરવા માટે રાષ્ટ્રીય એકતા દિવસના અવસરે સુરત સુરત સિટી પોલીસ અને મહાનગરપાલિકાના સંયુકત ઉપક્રમે ‘‘રાષ્ટ્રિય એકતા રન’’ દોડ યોજાઈ હતી. આ રેલીને સુરત શહેરના મેયર, ડે.મેયર, દંડક, સ્ટેન્ડિંગ ચેરમેન, મ્યુ.કમિશનર તથા પોલીસ કમિશનર, સુરત જિલ્લા વિકાસ અધિકારીએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.



સૂરત શહેરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતેથી વહેલી સવારે યોજાયેલી 'રાષ્ટ્રિય એકતા રન'માં પોલીસ જવાનો, નહેરૂ યુવા કેન્દ્રના યુવાઓ, શાળાના વિદ્યાર્થીઓ, શહેરીજનો સહિત ૩ હજારથી વધુ લોકો દેશની એકતાની ભાવના સાથે દોડમાં જોડાયા હતા. આ દોડ પોલીસ પરેડ ગ્રાઉન્ડથી પાર્લે પોઇન્ટ બ્રીજની નીચે સરગમ શોપિંગ સેન્ટર સુધી અને ત્યાંથી પરત ફરી પોલીસ પરેડ ગ્રાઉન્ડ કેમ્પસ સુધી ૩ કિ.મી. યોજાઈ હતી. પોલીસ કર્મીઓ બેનરો સાથે સાઈબર સેફ સુરત, નો ડ્રગ્સ ઈન સુરત જેવા સ્લોગનો સાથે રેલીમાં જોડાયા હતા. રેલીમાં પોલીસ કમિશનર, સુરત ગ્રામીણ પોલીસ અધિક્ષક હિતેશ જોયસર સહિતના પદાધિકારીઓ-અધિકારીઓ જોડાયા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત સૌએ દેશની એકતા, અખંડિતતા અને સુરક્ષા માટે સંકલ્પબદ્ધ બનવા માટે રાષ્ટ્રીય એકતાના શપથ લીધા હતા. આ અવસરે અધિક પોલીસ કમિશનર, જિલ્લા વિકાસ અધિકારી, સુરત મહાનગરપાલિકા તથા જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ, પોલીસ અધિકારીઓ, શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application