નવરાત્રી તહેવાર દરમિયાન હાલમાં કાપડ બજારમાં ડિસ્પેચીગનું કામ ખૂબ જ જોશભેર ચાલતા વેપારીઓ પાસે ફુરસદ નથી. દિવાળીના તહેવારોનું ડિસ્પેચીગ આગામી દિવસોમાં પણ વધવાનું હોવાથી, દશેરાના દિવસે દુકાન બંધ કરવાનું કોઈને પાલવે એમ નથી. દર વર્ષની જેમ કાપડ માર્કેટ ચાલુ રહેશે. કાપડ બજારમાં દશેરાની રજા અત્યાર સુધી ક્યારેય પડી નથી. છેલ્લાં ચાર દસકાથી તહેવારોને ખરીદીને કારણે કામકાજ ખૂબ જ રહેતું હોવાથી, દશેરાના દિવસે વેપારીઓ દુકાનો ચાલુ રાખે છે. પણ, સાંજના વહેલી બંધ કરવાનું ચલણ છે. છેલ્લાં બે વર્ષથી તો કોરોના મહામારીને કારણે રાવણ દહન પણ થઈ શક્યું નથી. કાપડ માર્કેટમાં વર્ષ દરમિયાન ખૂબ જ ઓછી રજાઓ હોય છે. દિવાળીમાં ત્રણ દિવસ, સ્વાતંત્ર દિન અને પ્રજાસત્તાક દિન તથા ધુળેટી અને મહાવીર જયંતી સહિતની ગણતરીની છ-સાત રજાઓ પાડવામાં આવતી હોય છે. દશેરાની રજા ક્યારે પડી નથી અને માર્કેટ ચાલુ રહેશે તેવી જાહેરાત પણ ક્યારે કરવી પડી નથી, એમ સુરત મર્કન્ટાઇલ એસોસ એસોશીયેશનના પ્રમુખએ વાતચીતમાં કહ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application