અમરોલી કોસાડ આવાસમાં એક તરફ નવા વર્ષની ઉજવણીનો ડી.જે અને જન્મ દિવસની ઉજવણી ચાલી રહી હતી તો બીજી તરફ સંચાખાતાના કારીગરની ચાર વર્ષની માસુમ બાળકી તેના ફ્લેટના નીચેના માળે રહેતા દાદીની દીકરીને બોલાવા માટે જતી વખતે પડોશીને મળવા આવેલા મિત્રએ રૂમમાં ખેંચી બળાત્કાર કર્યો હતો. જોકે બાળકીને રૂમમાં લઈ જતા અન્ય બાળકી જાઈ જતા તેણીએ બાળકીની માતા સહિતના લોકોને જાણ કરતા ભેગા થઈને ઘરનો દરવાજા તોડવાની વાત કરતા ગભરાયેલા નરાધમે દરવાજા ખોલ્યો હતો. નરાધમ ભાગી જાય તે પહેલા તેના મિત્રએ જ તેને રૂમમાં ગોંધી રાખી પોલીસના હવાલે કર્યો હતો. પોલીસે બાળકીની માતાની ફરિયાદ લઈ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.અમરોલી પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ, કોસાડ આવાસમાં રહેતા અને અંજની ઈન્ડસ્ટ્રીઝમાં આવેલા સંચાખાતામાં મજુરી કામ કરતા અર્જુનભાઈ (નામ બદલેલ છે) ની ગત તા.૧લી જાન્યુઆરી નવા વર્ષના રોજ નાઈટમાં જતા ઘરે તેની પત્ની અને ચાર ર્વષની માસુમ બાળકી એકલા જ હતા. જેથી અર્જુનભાઈની પત્નીએ તેની ચાર વર્ષની માસુમ બાળકીને તેના ફ્લેટ નીચે રહેતી તેની કાકીની દીકરીને ઘરે ઉંધવા માટે બોલાવા માટે મોકલી હતી. માસુમ બાળકી તેના ફ્લેટની દાદર ઉતરી નીચે જતી હતી તે વખતે તેના નીચેના ફ્લેટમાં રહેતા હેમંત મળવા માટે આવેલા અકબર ઉસ્માન રાય (ઉ.વ.૩૦,રહે. વડોદરા, મૂળ તકીયા મહોલ્લો મળીબજાર ભભુવા બિહાર)એ બાળકી ઉપર દાનત બગાડી હતી અને હાથ ખેંચી રૂમમાં લઈ જઈ બળાત્કાર કર્યો હતો.જોકે બાળકીને રૂમમાં ખેંચી જતા અકબરને અન્ય બાળકી જોઈ ગઈ હતી. કલાક થવા આવ્યો હોવા છતાંયે બાળકી પરત ઘરે નહી આવતા તેની માતા કાકીને પુછવા માટે ગઈ ત્યારે બાળકી ઘરે ન આવી હોવાનુ કહેતા પડોશી મહિલાઓ સાથે બિલ્ડિંગમાં તેમજ બાજુની બિલ્ડિંગમાં શોધખોળ કરી પરત આવ્યા હતા ત્યારે અકબરને જાઈ જનાર બાળકીએ કહેતા તેના રૂમમાં પહોંચ્યા હતા જોકે દરવાજા અંદરથી બંધ હતો, મહિલાઓએ દરવાજા થોકવા છતાંયે નહી ખોલતા મહિલાઓએ દરવાજા તોડવાની વાત કરતા અકબરે દરવાજા ખોલ્યો હતો. દરમિયાન બિલ્ડિંગમાં હોબાળો મચી જતા હેમંત પણ દોડી આવ્યો હતો અને તેને ખબર પડતા અકરબરને રૂમમાં ગોંધી દીધો હતો. જેતે સમયે અર્જુન નાઈટમાં ગયો હોવાથી બીજા દિવસે સવારે આવ્યા બાદ તેની પત્નીએ જાણ કર્યા બાદ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અકબર રાય સામે બળાત્કાર અને પોસ્કો હેથળ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application