Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

'વિશ્વ શ્રદ્ધાંજલિ દિવસે' સુરતમાં માર્ગ અકસ્માતમાં ભોગ બનેલા મૃતકોને સંવેદનાસભર શ્રદ્ધાંજલિ અપાઈ

  • November 22, 2021 

માર્ગ અકસ્માતમાં અવસાન પામેલા વિશ્વભરમાં નવેમ્બર મહિનાના ત્રીજા રવિવારે ‘વર્લ્ડ ડે ઓફ રિમેમ્બરન્સ- વિશ્વ શ્રદ્ધાંજલિ દિવસ’ નિમિત્તે શ્રદ્ધાંજલિ કાર્યક્રમો યોજાય છે. સુરતમાં પણ માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા હતભાગીઓને યાદ કરીને તેમને શ્રદ્ધાંજલિ આપવા તથા માર્ગ અકસ્માતોનું પ્રમાણ ઓછું થાય તે માટે જાગૃતિ લાવવાના પ્રયાસ સ્વરૂપે ડિસ્ટ્રીકટ ટ્રાફિક એજ્યુકેશન એન્ડ વેલ્ફેર સોસાયટી દ્વારા વનિતાવિશ્રામ ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો.






સુરતના ટ્રાફિક પોલીસ સ્ટાફ, આર.ટી.ઓ, અકસ્માત નિવારણ કેન્દ્ર અને માર્ગ અને વાહનવ્યવહાર નિગમ સુરત, ડ્રાઇવિંગ ટ્રેનિંગ ઓનર્સ એસોસિએશન અને ૧૦૮ સ્ટાફ, સુરત જિલ્લા મોટર ડ્રાઈવિંગ ટ્રેનિંગ સ્કુલના સંચાલકો તેમજ શહેર અને ગ્રામ્ય વિસ્તારના અંદાજિત ૨૨૦ લોકોએ મીણબત્તી પ્રગટાવી બે મિનિટનું મૌન પાળી દ્વારા માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવનાર મૃતકોને શ્રદ્ધાસુમન અર્પણ કરાયા હતાં. તેમજ માર્ગ અકસ્માતમાં ઘાયલોને મદદ કરનાર જાગૃત્ત લોકોને પણ સન્માનિત કરાયા હતાં.






આ કાર્યક્રમમાં અકસ્માતમાં મૃત્યુ પામેલા વ્યક્તિઓના પરિવારને વિક્ટીમ કમ્પેન્સેશન સ્કીમ અંતર્ગત આર્થિક સહાય મળી શકે તે માટે દરખાસ્તો તૈયાર કરવા માટે ટ્રાફિક શાખાના રિજિયન-૩ એસીપી એચ.ડી.મેવાડાએ જરૂરિયાતમંદ અને સહાય મેળવવા લાયક વ્યક્તિને દરખાસ્ત તૈયાર કરી આપવાની જાહેરાત કરી હતી. આ કાર્યક્રમના આયોજક અને પ્રમુખ (ડિસ્ટ્રિક્ટ ટ્રાફિક એજ્યુકેશન એન્ડ વેલફેર સોસાયટી સુરત)એ માર્ગ અકસ્માતમાં સ્વબચાવ અને હેલ્મેટ અને સીટબેલ્ટની ઉપયોગિતા સમજાવી હતી.






સરકારની ગુડ સમેરીટન(ભલા વ્યક્તિ) અંગેની સમજ, રોડ અકસ્માતમાં પ્રથમ ૪૮ કલાકમા મળતી સહાય વિષે વિસ્તૃત વિગતો આપી હતી. ઓનલાઇન ડિજિટલ ઇન્ડિયાના માધ્યમથી સેફ્ટી પ્લેજ અંતર્ગત રોડ અક્સ્માત વખતે ગોલ્ડન સમયમાં મદદરૂપ થનાર વ્યક્તિને અને ૧૦૮માં ઉમદા કામગીરી કરનાર સુરતની ટીમને પ્રમાણપત્રો અને ટ્રોફી એનાયત કરી બહુમાન કરાયું હતું. આર.ટી.ઓ કચેરીના અધિકારી યાદવે ડ્રાઈવિંગ લાયસન્સનું મહત્વ વિશે સમજૂતી આપી હતી. સુરત માર્ગ અને પરિવહન નિગમના નિયામક સંજય જોષીએ એસટી વિભાગની વિવિધ યોજનાઓની માહિતી પૂરી પાડી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application